________________
૬૬૪
શિલ્પ રત્નાકર
[ચતુદશ રત્ન સ્થાને હેય, આઠમું અને ચોથું સ્થાન શુદ્ધ હેય અર્થાત્ તે સ્થાનોમાં કેઈ ગ્રહ ન હોય અને જન્મનું નક્ષત્ર, રાશિ તથા જન્મરાશિથી આઠમું લગ્ન ન હોય તેમજ ઘર અને ઘરના સ્વામીની રાશિનું ભકૂટ શુભ હોય એવા વખતમાં જળથી ભરેલા કળશ સહિત બ્રાહ્મણને આગળ કરી મંગલપૂર્વક ગૃહપ્રવેશ કરે. ૧૬૫, ૧૬૬, ૧૬૭.
ગૃહપ્રવેશ વખતે સૂર્ય જોવા વિષે. रंध्रात्मजकुटुम्बायात्पञ्चभे भास्करे स्थिते ॥
पूर्वास्यादिगृहे श्रेष्ठः क्रमाद्बामगतो रविः ॥१६८॥ પૂર્વાદિક દિશાઓમાં ઘરનું દ્વાર હોય તે અનુક્રમે આઠમા, પાંચમા, બીજા અને અગિયારમા સ્થાનથી પાંચ પાંચ સ્થાનેની અંદર સૂર્ય હોય તે પ્રવેશ કરનારની ડાબી તરફ રહે છે અર્થાત્ ઘરનું દ્વાર પૂર્વ તરફ હોય તે લગ્નથી આઠમા સ્થાનથી ગણતાં પાંચ સ્થાન સુધી સૂર્ય પ્રવેશ કરનારની ડાબી બાજુ રહે છે.
ઘરનું દ્વાર દક્ષિણ તરફ હોય તે લગ્નથી પાંચમા સ્થાન સુધીમાં સૂર્ય હોય તે પ્રવેશ કરનારની ડાબી બાજુએ રહે છે. ઘરનું દ્વાર પશ્ચિમ દિશા તરફ હોય તે લગ્નના બીજા સ્થાનથી પાંચ સ્થાનની અંદર સૂર્ય હોય તે તે પણ ડાબી બાજુ રહે છે તેમજ ઘરનું દ્વાર ઉત્તર તરફ હોય તે અગિયારમા સ્થાનથી ગણતાં પાંચ સ્થાન સુધીની અંદર સૂર્ય હેય તે પ્રવેશ કરનારની ડાબી બાજુ સૂર્ય રહે, એ પ્રવેશ વખતે ઉત્તમ જાણ. ૧૬૮.
પ્રતિષ્ઠા કુંડળીમાં પ્રહ સ્થાપના. प्रतिष्ठायां श्रेष्ठो रविरुपचये शीतकिरणः,
स्वधर्मात्ये तत्र क्षितिजरविजौ व्यायरिपुगौ ॥ बुधस्वर्याचार्यों व्ययनिधनवर्जी भृगुसुतः,
सुतं यावल्लग्नान्नवमदशमायेष्वपि तथा ॥१६९।।
પ્રતિષ્ઠાના સમયે લગ્ન કુંડળીમાં સૂર્ય જે ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનમાં હિય તે શ્રેષ્ઠ છે. ચંદ્રમા ધન અને ધર્મસ્થાન સહિત પૂર્વોક્ત સ્થાનોમાં (૨-૩--- ૯-૧૦-૧૧) રહ્યો હોય તે શ્રેષ્ઠ છે. મંગળ તથા શનિ ત્રીજે, અગીઆરમે અને છઠ્ઠી સ્થાનમાં રહ્યા હોય તે શ્રેષ્ઠ છે. બુધ, ગુરૂ બારમું અને આઠમું સ્થાન છેડી કંઈ પણ સ્થાને રહ્યા હોય તે સારા છે, શુક લગ્નથી પાંચમા સ્થાન સુધી (૧-૨-૩-૪–૫). તથા ૯-૧૦ અને ૧૧ મા સ્થાને રહ્યો હોય તે શ્રેષ્ઠ જાણ. ૧૯૯૦