________________
શિ૯૫ રત્નાકર
[ચતું દશ રન कर्कटे शुभदं प्रोक्तं सिंहे मृत्यविवर्द्धनम् ॥ कन्यारोगं तुलासौख्यं वृश्चिके धनवर्द्धनम् ॥१७॥ कार्मुके तु महाहानिर्मकरे स्याद् धनागमः ॥
कुंभे तु रत्नलाभः स्याद् मीने सद्म भयावहम् ॥१८॥
ઘરને આરંભ મેષ રાશિના સૂર્યમાં કરે તે શુભદાયક, વૃષ રાશિના સૂર્યમાં ધનની વૃદ્ધિ, મિથુનના સૂર્યમાં મૃત્યુ, કર્કના સૂર્યમાં શુભદાયક, સિંહના સૂર્યમાં સેવક–નોકરની વૃદ્ધિ, કન્યાના સૂર્યમાં રોગકર્તા, તુલાના સૂર્યમાં સુખ આપનાર, વૃશ્ચિન્ના સૂર્યમાં ધનવૃદ્ધિ, ધનના સૂર્યમાં મહાનિ, મકરના સૂર્યમાં ધનપ્રાપ્તિ, કુંભના સૂર્યમાં રત્નલાભ અને મીનના સૂર્યમાં ઘરને આરંભ કરે તે ભયકર્તા જાણવું. ૧૬, ૧૭, ૧૮.
પ્રતિષ્ઠામાં લેવાના માસ. मासे तपस्ये तपसि प्रतिष्ठा धनायुरारोग्यकरी च भर्तुः ॥ चैत्रे महारुग्भयदा च शुक्रे समाधवे पुत्रधनाप्तये स्यात् ॥१९॥
માઘ અને ફાગણ માસમાં દેવતાઓની પ્રતિષ્ઠા કરી હોય તે પ્રતિષ્ઠા, ધન, આયુષ્ય અને આરોગ્ય કરનારી છે. ચૈત્ર મહિનામાં મહારોગ અને ભયને આપનારી છે તથા જયેષ્ઠ અને વૈશાખ મહિનામાં કરનારને પુત્ર અને ધન આપનારી જાણવી. ૧૯.
દેવતા વિશેષેણ માસવિશેષ. याम्यायनेऽपि वाराहमातृभैरववामनान् ॥ महिषासुरहंत्रीश्च नृसिंहं स्थापयेद् वुधः ॥२०॥ श्रावणे स्थापयेल्लिङ्गमाश्चिने जगदंबिकाम् ॥
मार्गशीर्षे हरिश्चैव सर्वान् पौषेऽपि केचन ॥२१॥ દક્ષિણાયનમાં વારાહ મૂતિ, માતૃકા, ભૈરવ, વામન, દુર્ગાદેવી અને નૃસિંહ, એ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી શુભ છે. શ્રાવણ માસમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરવી, આસો માં જગદંબિકાની અને માર્ગશીર્ષમાં વિષ્ણુની પ્રતિષ્ઠા કરવી તથા પોષ માસમાં સર્વ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી એમ કેટલાક આચાર્યોએ કહેલું છે. ૨૦, ૨૧.
નંદાદિ તિથિઓમાં કરવાનાં કાર્ય गीतं नृत्यं तथा क्षेत्रं चित्रोत्सवगृहादिकम् ॥ वस्त्रालङ्कारशिल्पादि नंदाख्यासु शुभं स्मृतम् ॥२२॥