________________
ચદશ રત્ન ]
જ્યોતિ હત લક્ષણાધિકાર.
રાહુથી હણાયેલ નક્ષત્ર શુભ કયારે થાય.
foori कामाय पर्याप्तं चन्द्रभोगाद् ग्रहाहतम् ॥ शुद्धं षड्भर्भवेन्मासैरुपरागपराहतम् ॥१२॥
ગ્રહથી હણાએલ નક્ષત્ર દેષમુક્ત થઇ ચત્રના ભાગમાં આવ્યા પછી શુભ કાર્યને માટે ચેગ્ય થાય છે અને ગ્રહણથી હુણાએલ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે.
હ
લલ્લ કહે છે કે દૂષિત નક્ષત્ર સૂર્યના ભાગમાં તથા ચદ્રના ભાગમાં શાંત થતાં શુભ કાર્યોંમાં ગ્રહણ કરાય છે. વળી કેટલાક આચાયાં કહે છે કે ગ્રહણુનું નક્ષત્ર સૂર્યના ભાગમાં આવ્યા પછી શુદ્ધ થાય છે. સષિ એ કહે છે કે એક માસમાં બે ગ્રહણુ થાય તે બીજું ગ્રહણ થતાં પહેલા ગ્રહથી દૂષિત નક્ષત્ર શુદ્ધ થાય છે અને ા ગ્રહણનુ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે. ૧૨.
ગૃહારંભમાં શુભાશુભ માસ.
चैत्रे शोककरं विद्याद् वैशाखे च धनागमम् ॥ ज्येष्ठे ग्रहाः विपीडन्ते आषाढे पशुनाशनम् ॥१३॥ श्रावणे धनवृद्धिः स्यात् शून्यं भाद्रपदे भवेत् ॥ कलहं चाश्विने मासे मृत्यनाशश्च कार्त्तिके || १४ || मार्गशीर्षे धनप्राप्तिः पौषे च कामसंपदः ॥ माघे चाग्निभयं कुर्यात् फाल्गुने श्रियमुत्तमाम् ||१५||
ચૈત્ર માસમાં ( ઘર કે પ્રાસાદને ) આર’ભ અર્થાત્ ખાત કરવામાં આવે તે શેક ઉપજે, વૈશાખ માસમાં કરે તો ધનની પ્રાપ્તિ થાય, જ્યેષ્ઠ માસમાં કરે તે કરાવનારને ગ્રહેા પીડા કરે, આષાઢ માસમાં કરે તે પશુને નાશ કરે, શ્રાવણ માસમાં કરે તે ધનની વૃદ્ધિ થાય, ભાદરવા માસમાં કરે તે શૂન્ય રહે, આસો માસમાં કરે તે ક્લેશ થાય, કાર્તિક માસમાં કરે તે ઘરધણીના નોકરોને નાશ થાય. માર્ગશી માસમાં કરે તે ધનની પ્રાપ્તિ થાય, પોષ માસમાં કરે તે સર્વ કામના અને સપ ત્તિને આપે, માઘ માસમાં કરે તે અગ્નિને ભય થાય અને ફાગણ માસમાં કરે તે ઉત્તમ લક્ષ્મીને આપે. ૧૩, ૧૪, ૧પ.
ગૃહારંભમાં શુભાશુભ સ’ક્રાન્તિ
गृहसंस्थापनं सूर्ये मेषस्थे शुभदं भवेत् ॥ वृषस्थे धनवृद्धिः स्याद् मिथुने मरणं ध्रुवम् ॥ १६ ॥