________________
૫૬૧
ચતુશ રત્ન ] જયોતિર્મહુર્ત લક્ષણાધિકાર
विवाहोपनयो यात्राभूषाशिल्पकलादिकम् ॥ THશ્વરીય મતિથિપુ સિદ્ધિવ રા सैन्यं संग्रामशस्त्रादि यात्रोत्सवगृहादिकम् ॥ भैषज्यश्चैव वाणिज्यं सिद्धयेत्सर्वजयासु च ॥२४॥ शत्रूणां वधबंधादि विषशस्त्राग्नियोजनम् ॥ कर्तव्यं तच्च रिक्तायां नैव सन्मङ्गलं कचित् ॥२५॥ व्रतबंधविवाहादि यात्राराज्याभिषेचनम् ॥
शांतिकं पौष्टिकं कर्म पूर्णासु किल सिद्धयति ॥२६॥ ગીત, નૃત્ય, ખેતી કરવી, ચિત્રવિદ્યા શીખવી, ઉત્સવ કરવા, ગૃહાદિક બનાવવાં, વસ્ત્રાલંકાર બનાવવા તથા પહેરવા અને કારીગરી શીખવી, આ કાર્યો નંદસંજ્ઞક પડવો, છઠ અને એકાદશી; એ તિથિઓમાં કરવાં શુભ છે. ૨૨.
વિવાહ, યજ્ઞોપવીત, યાત્રા, આભૂષણ બનાવવાં તથા પહેરવાં, કારીગરી, કલા શીખવી, હાથી, ઘોડા અને રથ ચલાવ તથા ઉપર બેસવું; આ સર્વ કા ભદ્રાસંજ્ઞક બીજ, બારસ અને સાતમ; એ તિથિઓમાં કરવાં સિદ્ધિ આપનાર છે. ૨૩.
સેનને ચલાવવી તથા લશ્કરી અભ્યાસ કરે, યુદ્ધ કરવું, શસ્ત્રાદિ ચલાવવાં, બનાવવાં, યાત્રા, ઉત્સવ અને ગૃહાદિ કરવા તથા ઓષધિ બનાવવી તેમજ વેપાર કરે; આ સર્વ કાર્યો જયાસંસક ત્રીજ, આઠમ અને તેરસ એ તિથિઓમાં કરવાં સિદ્ધિદાયક છે. ૨૪.
શત્રુઓને મારવા, બાંધવા, વિષ આપવું, શસ્ત્ર ચલાવવું, અગ્નિ લગાડવી ઈત્યાદિ કાર્ય રિક્તા સંજ્ઞક ચોથ, નેમ અને ચૌદશ એ તિથિઓમાં કરવાં પરંતુ મંગળકાર્ય કરવાં નહિ. ૨૫.
યજ્ઞોપવીત, વિવાહાદિ, યાત્રા, રાજ્યાભિષેક, શાન્તિક તથા પણિક કર્મો પૂર્ણસંજ્ઞક પચેમ, દશમ અને પૂનેમ, એ તિથિઓમાં કરવાથી સિદ્ધિ થાય છે. ૨૬.
સામાન્ય શુભાશુભ તિથિએ. द्वितीया पश्चमी चैव तृतीया सप्तमी तथा ॥ दशम्येकादशी कृष्णप्रतिपच्च त्रयोदशी ॥२७॥ पूर्णिमा तिथयो ह्येताः सर्वकार्ये शुभावहाः ॥ अन्यास्तु तिथयो नेष्टाः प्रोक्तकृत्ये शुभा मताः ॥२८॥