________________
चतुर्दशं रत्नम् ।
- 2 - અથ કોતિર્લિક્ષણાધિકા
ત્યાજ્ય પ્રકરણ तिथिनक्षत्रवाराणां दृष्टयोगान्परस्परम् ॥ व्यतीपातादिदुर्योगान् विष्टिदर्शार्कसंक्रमान् ॥१॥ जन्मक्षतिथिमासांश्च तिथ्यर्द्धित्ववमं दिनम् ॥ पापैर्मुक्तं युतं भोग्यं विद्धं लत्तितमृक्षकम् ॥२॥ उत्पातग्रहभिन्नश्च खग्रासे ग्रहणार्थकम् ॥ षण्मासावधि मासेषु त्रिषु ग्रासेऽईके सति ॥३॥ मासमेकं तु तुर्यांशे ग्रस्ते चन्द्रे च भास्करे ॥ व्यहं प्राग्ग्रहणात्सप्तदिनानि ग्रहणोत्तरम् ॥४॥ ग्रस्तास्ते तु व्यहं पूर्व त्र्यहं ग्रस्तोदये परम् ॥
पूर्णे ग्रासे त्विदं ज्ञेयं खंडग्रासेऽनुपाततः ॥५॥ તિથિ, વાર અને નક્ષત્રોથી ઉત્પન્ન થએલા દુષ્ટ યુગ તથા વ્યતીપાતાદિ દુર્યોગ, ભદ્રા, અમાવાસ્યા, સૂર્ય સંક્રાન્તિ, જન્મ નક્ષત્ર, જન્મ તિથિ, જન્મ માસ, તિથિવૃદ્ધિ, તિથિક્ષય, પાપગ્રહોએ ભેગવેલા નક્ષત્ર તેમજ પાપગ્રહોથી યુક્ત નક્ષત્ર, પાપગ્રહા ભોગ્ય નક્ષત્ર અર્થાત્ પાપગ્રહ જે નક્ષત્ર પર જનાર હોય, પાપગ્રહથી વીંધાએલાં નક્ષત્ર, પાપગ્રહની લત્તાયુક્ત નક્ષત્ર, ઉત્પાતનું નક્ષત્ર અને ગ્રહથી ભેદાયેલાં નક્ષત્ર તજવાં.
ખગ્રાસ ગ્રહણનું નક્ષત્ર છ મહિના સુધી તથા અર્ધગ્રાસ હોય તે ત્રણ મહિના સુધી અને ચંદ્રમા તથા સૂર્યનું ચોથા ભાગે ગ્રહણ હોય તે એક મહિના સુધી તજવું તેમજ ગ્રહણને પહેલા ત્રણ દિવસ અને ગ્રહણના પાછલા સાત દિવસ તજવા. ગ્રહણના ગ્રસ્તાસ્તમાં પહેલા ત્રણ દિવસ અને ગ્રસ્તયમાં પાછલા ત્રણ દિવસ તથા પૂર્ણ ગ્રાસમાં પહેલા અને પાછલા ત્રણ ત્રણ દિવસ (તેમજ આ ત્રણ દિવસના હિસાબે ત્રિરાશિ કરી ખંડગ્રાસમાં પણ પહેલા અને પાછલા દિવસ) તજવા. ૧, ૨, ૩, ૪, ૫.