________________
પ૪૫
દશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
पूषा चैव तथेनश्च गृहक्षेत्रो यमस्तथा ॥
गंधर्वो मुंगराजश्च मृगः सप्त सुरा इति ॥१४॥ પૂષા, સૂર્ય, ગૃહક્ષેત્ર, યમ, ગંધર્વ, ભૃગરાજ તથા મુગ; આ સાત દેવે પાદસ્થાને રહેલા જાણવા. ૧૨૪.
पादयोरपि तस्यैव सप्त सप्त दलस्थिताः ॥ दौवारिकोऽथ सुग्रीवः पुष्पदंतो जलाधिपः ॥१२५।। असुरशेषयमाश्च रोगो जानूतले स्थिताः ॥
नागो मुख्यश्चभल्लाटः सोमोऽद्रिरस्य बाहुगाः ॥१२६॥
તે વાસ્તુપુરૂષના બે પગોના દલામાં પણ સાત સાત દેવતાઓ રહેલા છે. દૈવારિક, સુગ્રીવ, પુષ્પદંત, જલાધિપ, અસુર, શેષ અને યમ; આ સાત ડાબા પગના દળમાં જાણવા. રગદેવતા જાંઘ તળે રહે છે. નાગ, મુખ્ય, ભલ્લાટ, સેમ અને અદ્રિ (શેલ); આ દેવો વાસ્તુપુરૂષના ડાબા હાથ ઉપર રહેલા જાણવા. ૧૨૫, ૧૨૬.
अदितिः संधिदेशे च वामे भागे दितिः स्थिता ॥ द्वात्रिंशद् बाह्यगा देवा नाभिपृष्ठे स्थितो विधिः ॥१२७॥ अर्यमा दक्षिणे वामे स्थाने तु पृथिवीधरः ॥
रविर्विवस्वान्मित्रश्च दक्षवामोरुगावुभौ ॥१२८॥ સંધિદેશમાં અદિતિ, ડાબી બાજુએ દિતિ, આ બત્રીસ દેવે બહારના ભાગમાં રહેલા જાણવા. નાભિપૃષ્ઠમાં બ્રહ્મા, દક્ષિણ બાજુએ અર્યમા, ડાબી બાજુએ પૃથ્વધર રહેલા છે. જમણી જાંધ ઉપર વિવસ્વાન અને ડાબી જાંધ ઉપર મિત્ર દેવતા રહેલા છે. ૧૨૭, ૧૨૮.
आपस्तु मलवो वास्तु आपवत्सो हृदि स्थितः ॥ मावित्री सविता तद्वत् करदक्षिणमाश्रिता ॥१२९॥. इन्द्र ऐन्द्रश्च मेरे स्थाद् रुद्रो वै वामहस्तके ।
अंतकोऽपि तथा तत्रातिवैलक्ष्यमिदं वपुः ॥१३०॥ હદય દેશમાં જલદેવતા અને આપવત્સ રહેલા છે. તથા જમણા હાથ ઉપર સાવિત્રી અને સવિતા દેવતા રહેલા છે. ઈન્દ્ર અને જયંત એ મેદ્ર (લિંગ) ઉપર રહેલા છે. તથા ડાબા હાથ ઉપર રૂદ્રદેવતા રહેલા છે તેમજ 'અતક (યમ) પણ ડાબા હાથ ઉપર રહેલા છે. આ પ્રમાણે આ વાસ્તુપુરૂષનું શરીર અતિવિલક્ષણ છે. ૧૨૯, ૧૩૦.