________________
પ૪૬ શિલ્પ રત્નાકર
[ દશ રન ईशाने चरकी बाह्ये चिपिच्छा तु च पूर्वतः ॥ विदारिकाग्निकोणे च जिह्वायां च दिगाश्रिताः ॥१३॥ नैऋत्ये पूतना स्कंदः पश्चिमे वायुकोणके ॥
पापराक्षसिका सौम्य चैवं सर्वान् प्रकल्पयेत् ॥१३२॥
ઈશાન કોણમાં બહારની બાજુએ ચરકી દેવતા, પૂર્વ દિશાએ ચિપિચ્છા, અગ્નિ કેણમાં વિટારિકા અને જિલ્લામાં દિપાલ દેવતાઓ રહેલા છે. નૈઋત્યકોણમાં પૂતના. પશ્ચિમમાં કંદ અને વાયુકેણમાં પાપરાક્ષસી રહેલી છે. તે સામ્ય, આ પ્રમાણે સર્વ દેવતાઓની કલ્પના વાસ્તુપુરૂષના અંગમાં કરવી. ૧૩૧, ૧૩૨.
| ઉપજાતિ. यः पूजयेद् वास्तुमनन्यभक्त्या न तस्य दुःखं भवतीह किञ्चित् ॥ जीवत्यसौ वर्षशतं सुखेन स्वर्गे नरस्तिष्ठति कल्पमेकम् ॥१३३॥
જે પુરૂષ અનન્ય ભક્તિ વડે વાસ્તુદેવને પૂજે છે તેને આ લેકમાં કઈ પણ પ્રકારનું દુઃખ થતું નથી. એટલું જ નહિ પણ તે સો ૧૦૦ વર્ષ પર્યત સુખશાંતિપૂર્વક જીવે છે અને મૃત્યુ પછી એક કપ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ૧૩૦.
अथ वास्तुपूजनम् ।
વાસ્તુપૂજન વિધિ. પ્રાસાદ અથવા ઘરની ઉત્તર દિશાએ અગર ઈશાન કોણે શુદ્ધ કૃત્તિકાની બે ગજ સમચોરસ વેદી કરવી. (વેદી ન બની શકે તે માટે બાજોઠ કામમાં લે છે. પછી વેદિકા અથવા બાજોઠ ઉપર બે ગજ સમરસ રેશમી વેત વસ્ત્ર પાથરવું. તેમાં ચોખાને સ્વસ્તિક (સાથી) પૂર-કરે. શ્વેત વસ્ત્ર ઉપર પત વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાથી અદલ કમળ કરવું. પત વસ્ત્ર ઉપર રક્ત વસ્ત્ર પાથરવું અને તેના ઉપર સુવર્ણ અથવા પરવાળાની વાસ્તુની રેખાઓ આલેખવી. પરંતુ જે શક્તિ ન હોય તે અક્ષત અથવા જવને લેટ પાથરી સેનાની શલાકા વડે અથવા પરવાળા વડે વાસ્તુની રેખાઓ ખેંચવી. ત્યાર પછી બ્રાના સ્થાને જલપૂર્ણ કલશ સ્થાપ.
૧ કલશમાં જલ ભરતાં નીચેને મંત્ર બોલ. गंगे च यमुने चैव गोदावरि सरस्वति ॥ नर्मदे सिन्धो कावेरि जलेऽस्मिन्सन्निधिं कुरु ॥१॥