________________
ત્રાદશ રત્ન 3
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર
વાસ્તુ પૂજન ન કરવાથી દોષ.
वास्तुपूजां पुरा कृत्वा पश्चाद् भवनमाविशेत् ॥ अकृत्वा वास्तुपूजादिं गृहस्वामी विनश्यति ॥ १११ ॥ तस्मात्पूजां विधायादौ गृहदेवालयादिके ॥ पञ्चधा पूजनं वास्तोः गृहकर्मणि सर्वदा ॥ ११२ ॥
પ્રથમ વાસ્તુ પૂજન કરી પછી ગૃહમાં પ્રવેશ કરવો અને જો વાસ્તુપૂજાદિ પૂજન કાર્યાં કર્યાં સિવાય ગૃહપ્રવેશ કરે તે ગૃહસ્વામી અર્થાત્ ઘરધણીનું મૃત્યુ થાય. માટે પ્રથમ વાસ્તુપૂજન કરી પછી ગૃહ તથા દેવાલયાદિકને પ્રારભ તેમજ પ્રતિષ્ઠિ કાર્યો કરવાં. હુમેશાં ગૃહકામાં પાંચ પ્રકારે વાસ્તુપૂજન કરવુ, ૧૧૧, ૧૧૨.
વાસ્તુદેવાનુ પૂજન વિધાન.
एकपदादितो वास्तुर्यावत्पञ्चाशहस्तकः ॥ द्वात्रिंशन्मण्डलान्येव क्षेत्रतुल्याकृतीनि च ॥११३॥
૫૪૧
એક (૧) પદથી તે એક હજાર (૧૦૦૦) પદ સુધીના તથા એક ગજથી પચાસ (૫૦) ગંજ સુધીના વાસ્તુ પૂજવા. તેમજ ક્ષેત્રના આકાર પ્રમાણે આકૃતિવાળાં બત્રીસ મડલા કરી વાસ્તુ પૂજવા. ૧૧૩.
मणिभिः स्वर्णरूपाभ्यां विद्रुमेण फलेन वा ॥ चतुःषष्टिपदं वास्तुं लिखेद्वापि शतांशकैः ॥११४॥ पिष्टेन वाक्षतैः शुद्धैस्ततो वास्तुं समर्चयेत् ॥ पूर्वोक्तेन विधानेन बलिपुष्पादि चार्पयेत् ॥ ११५ ॥
મણિ, સુવર્ણ, રૂપુ, પરવાળાં અને ક્લે વડે ચેસ (૬૪) અથવા સા ( ૧૦૦ ) પદને વાસ્તુ રચવો. તેમજ પિષ્ટ ( લેટ ) તથા શુદ્ધ અક્ષત ( ચેખા ) વડે વાસ્તુ રચવા અને પછી વાસ્તુની પૂજા કરવી તથા પૂર્વોક્ત વિધાનથી અલિપુષ્પાદિ અર્પણ કરવાં, ૧૧૪, ૧૧૫.
૬૪ પદનો વાસ્તુ.
अथातः संप्रवक्ष्यामि वास्तुलक्षणमुत्तमम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ष्टभागविभाजिते ॥ ११६ ॥