________________
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર
जीवनं वृक्षजन्तूनां कारिते च जलाशये ॥ दत्ते वासभृते सौख्यं भुंक्ते स्वर्गे च मानवः ॥९३॥
ત્રયેાદશ રત્ન
જલાશય કરવાથી વૃક્ષે તથા પ્રાણીમાત્રને જીવન મળે છે તથા આ પ્રમાણે પ્રાણીમાત્રને વાસ આપવાથી જલાશય કરનાર માણસ સ્વર્ગમાં ઉત્તમ સુખના ઉપભેગ કરે છે. ૯૩.
વાસ્તુ પૂજન વિધાન. સપ્ત પુણ્યાહ કરવા વિષે.
कूर्मसंस्थापनं द्वारं पद्मशिला च पूरुषः ॥
घंटा ध्वजः प्रतिष्ठा च ज्ञेयं पुण्याहसप्तकम् ॥९४॥
૫૭
૧ ક્રૂશિલા સ્થાપન, ૨ દ્વારશાખા રાપણુ, ૩ પદ્મશિલા સ્થાપન, ૪ ધ્વજાપુરૂષની સ્થાપના, ૫ ઘ'ટા સ્થાપન, ૬ ધ્વજ સ્થાપન અને ૭ દેવ પ્રતિષ્ઠા; આ સાંતને પુણ્યાહુ સપ્તક જાણવુ. આ સાત કાર્યોમાં વાસ્તુ પૂજન કરવું. ૯૪.
ચૌદ વખત વાસ્તુ પૂજન કરવા વિષે.
भूम्यारंभे तथा कूर्मे शिलायां सूत्रपातने ॥ द्वारोच्छ्रये खुरे कुंभे पढे पद्मशिलासु च ॥९५॥ शुकनासे च पुरुषे घंटायां कलशे तथा ॥ ध्वजोच्छ्राये प्रतिष्ठायां शांतिकानि चतुर्दश ॥९६॥
૧ ભૂખ્યારલ (પ્રથમ પાયેા ખેાદતી) વખતે, ૨ ક્રૂશિલા સ્થાપતાં, ૩ ખડસલ ચાડતાં, ૪ સૂત્ર છેોડતાં, પ દ્વારશાખા સ્થાપતાં, ૬ ખરા ચડતાં, ૭ થાંભલાની કુલી એસાડતાં, ૮ પાઢ (ભારવ૮) મૂકતાં, હું પદ્મશિલા વખતે, 1૦ શુકનાશ વખતે, ૧૧ ધ્વજાપુરૂષ બેસાડતાં, ૧૨ આમલસારો ચઢાવતાં, ૧૩ કલશ (શિખરનું ઇંડુ) ચઢાવતાં તથા ૧૪ ધ્વજાયુક્ત પ્રતિષ્ઠા વખતે વાસ્તુપૂજા કરવી. આ ચાદ શાંતિકમ જાણવાં. ૯૫, ૯૬. સપ્ત પુણ્યાહ પ્રતિષ્ઠાનું મહાફળ
कृतकूर्मप्रतिष्ठायां खाते पूर्णसुसंस्थिते ॥
भूर्लोके लभते राज्यं सर्वजन्मसु शाश्वतम् ॥९७॥ ભૂ પ્રતિષ્ઠા કરી ખાતને નાભિનળ પૂર્ણ રીતે ચણી લાવવાથી જન્માજન્મ ભૂલકમાં શાશ્વત રાજ્ય પ્રાપ્ત થાય છે. ૯૭.
e