________________
ત્રયોદશ રત્ન ]. પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પ્રાસાદ તથા પ્રતિષ્ઠા કર્યાનું ફળ. देवानां स्थापनं पूजा पापहृद् दर्शनादिकम् ॥
धर्मे वृद्धे भवेदर्थः काममोक्षौ ततो नृणाम् ॥८३॥ દેવેની સ્થાપના. પૂજા અને દર્શનાદિક પાપનો નાશ કરનારાં છે અને ધર્મની વૃદ્ધિ થવાથી મનુષ્યને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૮૩.
पञ्चाशत्पूर्वपश्चाच ह्यात्मानं तु तथाधिकम् ॥
शतमेकोत्तरं सोऽपि तारयेन्नरकार्णवात् ॥८४॥ પ્રતિષ્ઠા કરનાર પચાસ પેઢીઓ પહેલાની અને પચાસ પેઢીઓ પાછળની તથા પોતે મળી કુલ (૧૦૧) એકસે એક પેઢીને નરકરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરે છે. ૮૪.
कोटिवर्षांपवासच तपो वै जन्मजन्मनि ॥
कोटिदानं कोटिदाने प्रासादकलकारणे ॥८॥ ન પ્રાસાદ કરાવવાથી કટિ વર્ષો સુધી ઉપવાસ કર્યાનું, જન્મજન્મ તપ કર્યાનું તથા કોટિદામાં કેટિદાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૫.
एकहस्ते तु प्रासादे कल्पं स्वर्गे च तिष्ठति ॥
पश्चाद्राज्यं च भूलोके कथितं नात्र संशयः ॥८६॥
એક ગજને પ્રાસાદ કરાવે તે એક કલ્પ પર્યત સ્વર્ગમાં નિવાસ કરે છે અને પછી પૃથ્વીલેકમાં રાજ્ય કરે છે એમ કહેલું છે. એમાં જરા પણ સંશય કરે નહિ. ૮૬.
જૈન પ્રતિષ્ઠા વિષે प्रतिष्ठा वीतरागस्य जिनशाशनमार्गतः ॥
नमस्कारैः सुरमंत्रैः सिद्धिकेवलभाषितैः ॥८७॥ વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા જિનશાશન માર્ગોનુસાર સિદ્ધિકેવલમાં કહેલા નમસ્કાર (નવકાર) દેવમંત્રના ઉચ્ચારપૂર્વક કરવી. ૮૭.