________________
૫૩૪ શિલ્પ રત્નાકર
[ત્રદશ રત્ન પ્રતિષ્ઠા કર્યા પછી સૂત્રધાર (મુખ્ય શિલ્પી)ની પૂજા કરવી અને વસ્ત્ર, અલંકાર, ભેજન તથા ગાય, ભેસ, અશ્વ અને વાહન વિગેરેથી સન્માન કરી સંતુષ્ટ કરવા. ૭૭.
अन्येषां शिल्पिनां पूजा कर्तव्या कर्मकारिणाम् ॥
स्वाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥७८॥ તેમજ બીજા કામ કરનારા શિલ્પીઓની પણ પૂજા કરવી અને તેમના અધિકાર પ્રમાણે વસ્ત્ર, તાંબૂલ અને ભેજનાદિથી સંતુષ્ટ કરવા. ૭૮,
शिल्पिनं पूजयेत्प्राज्ञः सोमपुराभिधं सदा ॥
तस्य हस्तेन कल्याणं कर्तव्यं रिद्धिसिद्धिदम् ॥७९॥
બુદ્ધિમાન ગૃહસ્થ સદા સર્વદા સોમપુરા જાતિના શ્રેષ્ઠ શિલ્પીની પૂજા કરવી. કારણ કે તેના હસ્તે થએલું કામ કલ્યાણ, રિદ્ધિ અને સિદ્ધિને આપનાર થાય છે. ૭૯.
सर्वेषां धनमाधारः प्राणिनां जीवनं परम् ॥
वित्त दत्ते प्रतुष्यंति मनुष्याः पितरः सुराः ॥८॥
સર્વ પ્રાણી માત્રને આધાર ભૂત તથા જીવનરૂપ ધન છે. માટે ધનનું દાન કરવાથી માણસે, પિતૃઓ અને દેવતાને સંતુષ્ટ થાય છે. ૮૦.
આચાર્ય પૂજન. आचार्यपूजनं कुर्याद् वस्त्रस्वर्णधनैः सह ॥
दानं दद्याद द्विजातिभ्यो दानं धनुर्बलेषु च ॥८१॥ વસ્ત્ર, સુવર્ણ અને ધનથી આચાર્યનું પૂજન કરવું અને પછી બ્રાહ્મણને દાન આપવું. કારણ કે જેવી રીતે સેનામાં ધનુષ મુખ્ય છે તેવી રીતે પુણેમાં દાન છે. ૮૧.
महामहोत्सवः कार्यों महादानं प्रदीयते ॥
आचार्यसूत्रधारेभ्यो दद्याद् वस्त्राणि संमुदा ॥८२॥ પ્રતિષ્ઠાને માટે મહોત્સવ કરે અને મોટું દાન પુણ્ય કરવું તથા આચાર્ય અને સૂત્રધારનું સારી રીતે સમાન કરી તેમને અમૂલ્ય વસ્ત્રો આપવાં. ૮૨.