________________
૫૩૨ શિપ રત્નાકર
[ ત્રયોદશ રન જાંઘીમાં દિપાલે, ઉદુગમ (ડેઢિયા) માં ઇન્દ્રદેવ, ભરણુમાં સાવિત્રી, શિરાવટીમાં દેવીઓ, કપિતાલી (પુષ્પકંઠ) માં વિદ્યાધરી, અત્તરાલમાં સુર અને કૂટછાઘ (છાજા) માં પર્જન્ય (મેઘ દેવતા) ની આવાહનપૂર્વક પૂજા કરી સ્થાપના કરવી. આ પ્રમાણે થેરેની પૂજા કરી દેવપ્રતિષ્ઠા કરવી. ૬૬, ૬૭.
शाखयोश्चन्द्रसूर्यौ च त्रिमूर्तिश्चोत्तराङ्गके ॥ उदुम्बरे स्थितो यक्षश्चाश्विनावर्धचन्द्रके ॥६८॥ कोलिकायां धराधारं क्षितिं चोत्तमपट्टके ॥
स्तंभेषु पर्वतांश्चैव ह्याकाशच करोटके ॥६९॥
દ્વારશાખાઓમાં ચંદ્ર અને સૂર્ય, ઉત્તરંગ (એરંગ) માં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, ઉંબરામાં યક્ષ, અર્ધચંદ્ર (શંખાવટ) માં અશ્વિનીકુમાર, કેળીમાં શેષનાગ, ઉત્તમપટ્ટ (ભારવટ) માં પૃથ્વી, ભેમાં પર્વત દેવતાઓ અને કોટક (ધુમટ) માં આકાશ દેવતાની આવાહન-પૂજાપૂર્વક સ્થાપના કરવી. ૬૮, ૬૯.
मध्ये प्रतिष्ठयेद्देवं मकरे जान्हवीं तथा ॥ शिखरस्योरुभृगेषु स्थापयेत्पञ्च पञ्च वै ॥७॥
પ્રાસાદના ગભારામાં જે દેવતાનો પ્રસાદ હોય તેમને સ્થાપવા. પરનાલમાં મગરના મુખે ગંગાજી અને શિખરના ઉરૂશંગમાં પાંચ પાંચ દેવતાઓની આવાહનયુક્ત સ્થાપના કરવી. (પાંચ દેવ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, ઈશ્વર અને ઇન્દ્ર.) ૭૦,
ब्रह्मा विष्णुस्तथा रुद्र ईश्वरस्य सदा मियाः ।।
शिखरे चैश्वरं देवं शिखायां तु सुराधिपम् ।७१॥
બ્રહ્મા, વિષ્ણુ તથા રૂક; આ ત્રણ દેવે પ્રાસાદદેવતાને સદા પ્રિય છે. શિખરમાં ઈશ્વર અને શિખા (કળશ) માં ઈદ્રની આવાહન યુક્ત સ્થાપના કરવી. ૭૧.
ग्रीवायाममरं देवं घंटायाश्च निशाचरम् ॥ पद्माक्षं पद्मपत्रे च कलशे च सदाशिवम् ॥७२॥ छाद्यवामे तथाऽघोरं तत्पुरुषं तथेशकम् ॥ कर्णादिगर्भपर्यन्तं पश्चाङ्गे च प्रतिष्ठयेत् ॥७३॥
આમલસારાના ગળામાં અમદેવતા, આમલસારામાં નિશાચર, પદ્મપત્ર (ચંદ્રસ)માં પદ્માક્ષ દેવતા, કલશમાં સદાશિવ, છાજાની ડાબી બાજુમાં અઘેર દેવતા,