________________
ત્રદશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પક. દેવતા સંબંધી આભૂષણ, પૂજા, વસ્ત્ર, અલંકાર અને ભૂષણ એ સર્વ પદાર્થો શિલ્પીને આપવા અને યજ્ઞ સંબંધી સર્વ વસ્તુઓ આચાર્યને આપવી. ૬૧.
પ્રાસાદના દેવતાઓનું પૂજન વિધાન. प्रासादे देवतान्यासं स्थावरेषु पृथक् पृथक् ॥
खरशिलायां वाराहं पौल्ये नागकुलानि च ॥१२॥ પ્રાસાદમાં દેવતાઓનું આવાહન કરી સ્થાપના કરવી અને પ્રાસાદના દરેક થરવાળામાં અલગ અલગ દેવતાઓ સ્થાપવા. પ્રાસાદના ખડસલમાં વારાહ દેવતા અને વારિમાર્ગમાં નાગ દેવતાનું આવાહન અને પૂજા કરી નાગકુલ સાથે તેમની સ્થાપના કરવી. દર.
प्रकुंभे जलदेवाश्च पुष्पके किंसुरास्तथा ॥
नंदिनी जाड्यकुंभस्य कर्णाभ्यां स्थापयेद्धरिः ॥६॥ દરેક કુંભમાં જલદેવતા, પુષ્પકમાં અસુર દેવતા, જાડબામાં નંદિની (કામધેનું) અને બને કર્ણિકાઓમાં વિષ્ણુ દેવતાનું આવાહન કરી સ્થાપના કરવી. ૬૩.
गणेशं गजपीठे च ह्यश्वपीठे तथाश्विनौ ॥
नरपीठे नराश्चैव क्षमा च खुरकं जपेत् ॥१४॥ ગજપીઠમાં ગણેશ, અશ્વપીઠમાં અશ્વિનીકુમાર, નરપીઠમાં નરદેવ અને ખરામાં પૃથ્વી દેવતાનું આવાહન યુક્ત સ્થાપન કરવું. ૪.
भद्रे संध्यात्रयं कुंभे पार्वती कलशे स्थिता ॥
कपोताल्याश्च गंधर्वा मश्चिकायां सरस्वती ॥६५॥ પ્રાસાદના ભદ્રના કુંભામાં ત્રણ સંધ્યા (પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંસંધ્યાના દેવતા), કલશામાં પાર્વતી દેવી, કેવાલમાં ગંધર્વ દેવતા અને સંચિકામાં સરસ્વતી દેવીનું આવાહનપૂર્વક સ્થાપન કરવું. ૬૫.
जंघायां च दिशां पालाः इन्द्र उद्गमसंस्थितः ॥ सावित्री भरणीदेशे शिरावट्याश्च देविकाः ॥६६॥ विद्याधरी कपोताल्यामन्तराले सुरास्तथा ॥ पर्जन्यं कूटछाद्ये च ततो मध्ये प्रतिष्ठितम् ॥१७॥