________________
૫૩૦
શિલ્પ રત્નાકર
वज्रं वसिहदेव्यौ विष्णुकान्तेन्द्रवारुणी ॥ संजीवी युष्पतिश्चैव खरिता च क्रमान्यसेत् ॥५६॥
[ ત્રયોદશ રત્ન
૧ વા (સેદરડી), વહ્નિશિખા (કસુંબા), ૩ સહદેવી, ૪ તુલસીપત્ર, પ ઇન્દ્રવારૂણી (ઇન્દ્રામણી), ૬ શખાવલી, ૭ ઉદ્યાકુલી અને ૮ સ્વરિતા; આ આઠ ઔષધિએ પૂર્વાદ આઠે દિશાઓમાં અનુક્રમે મૂકવી. ૫૬.
यो व्रीहिस्तथा कंगूर्जर्णाद्वा च तिलैर्युता ॥ शालिमुद्गाः समाख्याता गोधूमच क्रमेण
तु • ૧ જવ, ૨ ડાંગર, ૩ કાંગ, ૪ જાર, ૫ તલ, ૬ ચેખા, ૭ મગ અને ૮ ઘઉં; આ આઠે અનાજ પણ ક્રમે પૂર્વાદિ દિશામાં મૂકવાં. ૫૭.
ततो महोत्सवं कुर्यान्नृत्यगीतैरनेकशः ॥ नैवेद्यमार्त्तिकं पूजामङ्गन्यासादिकं तथा ॥ ५८॥
ત્યાર પછી મહાત્સવ કરવે. નૃત્ય કરાવવું તથા માંગલિક ગીતા વિગેરે ગાવાં તેમજ દેવતાઓને નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી અને અંગન્યાસાદિ સ પૂજાકાર્ય કરવાં. ૫૮.
क्षीरं क्षोत्रं घृतं खण्डं पक्कान्नानि बहून्यपि ॥ परसस्वादु भक्ष्याणि समन्तात्परिकल्पयेत् ॥५९॥
દુધ, દહીં, ઘી, ખાંડ તથા બીજા નાના પ્રકારનાં અનેક પકવાને તેમજ બટરસ યુક્ત સ્વાદિષ્ટ ભોજ્ય પદાર્થો બનાવી ચારે તરફ ગોઠવવા, ધરાવવા. ૫૯.
विप्राणां संप्रदायैश्च वेदमंत्रैस्तथागमैः ॥ सकलीकर्णजीवन्यः सन्यासं च प्रतिष्ठयेत् ||६० ||
બ્રાહ્મણોના સપ્રદાયાએ આગમ તથા વેદના સજીવન મંત્રો વડે ન્યાસપૂર્વક દેવતાઓની પ્રતિષ્ઠા કરવી. ૬૦.
વસ્ત્રાલ કાર અને નૈવેધ શિલ્પીને આપવા વિષે.
यद्देवाभरणं पूजा वस्त्रालङ्कारभूषणम् ॥ तत्सर्व शिल्पिने देयमाचार्याय तु याज्ञियम् ॥ ६१ ॥