________________
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રત્ન स्वर्गादिभोगयुक्तेषु नृत्यगीतमहोत्सवे ॥
अन्येषु शुभकार्येषु शुभ इन्द्रांशको मतः ॥ १२२ ॥ પ્રાસાદ, પ્રતિમા, મહાદેવનું લિંગ, દેવાલયની જગમતી (ઓટલે), પીઠિકા, મંડપ, વેદિ, કુંડ, ચપ્સ, ઈન્દ્રધ્વજ, પતાકા, સ્વર્ગ સમાન સુખ ભેગવવાનાં સ્થાન, નૃત્યશાળા, ગીતશાળા, મહોત્સવ સ્થાન અને બીજાં શુભ કાર્યોમાં ઇન્દ્રાંશક આપ શુભ છે. ૧૨૧, ૧૨૨.
: યમાશક આપવાનાં સ્થાન. भैरवे क्षेत्रपाले च बाणागारे तथैव च ॥ ग्रहमातृगणादीनां संस्थानेषु तथैव हि ॥१२३॥ बणिक्कर्मविधौ चैव मद्यमांसादिकोद्भवे ॥
आयुधानां समस्तानां यमांशकं प्रदापयेत् ॥१४॥ ક્ષેત્રપાલ, ભૈરવ, બાણ ઇત્યાદિ શસ્ત્રાગારે, નવગ્રહ સ્થાન, દેવીઓનાં દેરાએ, દરેક પ્રકારની વહેપારી દુકાને (હાટે), મઘમાંસાદિ વેચવાનાં તથા સમસ્ત આયુધ રાખવાનાં સ્થાનમાં યમાંશક આપ. ૧૨૩, ૧૨૪.
રાજાશક આપવાનાં સ્થાન. सिंहासने च शय्यायामश्वादिगजवाहने ।
राज्योपस्करहर्येषु शुभो राजांशको मतः ॥१२॥ દેવતા તથા રાજાના સિંહાસન, શય્યા, અશ્વશાળા, ગજશાળા, રથાદિ વાહને, રાજ્યની નાના પ્રકારની સામગ્રી રાખવાનાં સ્થાને અને હવેલીઓમાં રજાશક આપ શુભ મનાય છે. ૧૨૫.
લગ્ન ઉપજાવવા વિશે. आयमृतं व्ययं तारामंशकं तु तथैव च ॥
तत्सर्वे भानुना भक्तं शेषं लममुदीरितम् ॥१२६॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક; એ પાંચના અને સરવાળો કરી (૧૨) બારે ભાગતાં જે શેષ રહે તે મેષાદિ ૧૨ રાશિલગ્ન જાણવાં. ૧૨૬.