________________
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર જે ક્ષેત્રફળ આવ્યું હોય તેને ચારે ગુણી (૧૬) સોળે ભાગતાં જે શેષ રહે તે ક્ષેત્રનાં પ્રવાદિ (૧૨) નામ જાણવાં. ૧૧૬.
ઘરનાં યુવાદિ સેળ નામ. ध्रुवं धान्यं जयं नंदं खरं कांतं मनोहरम् ॥ सुमुखं दुर्मुखं क्रूरं सुपक्षं धनदं क्षयम् ॥ ११७॥ आनंदं विपुलं चैव विजयं षोडशोत्तमम् ॥
कथितालिंदभेदेन ध्रुवादि नाम षोडश ॥ ११८॥ ૧ ધ્રુવ, ૨ ધાન્ય, ૩ , ૪ નંદ, ૫ ખર, ૬ કાન્ત, ૭ મનેહર, ૮ સુમુખ, ૯ દુર્મુખ, ૧૦ ક્રૂર, ૧૧ સુપક્ષ, ૧૨ ધનદ, ૧૩ ક્ષય, ૧૪ આકંદ, ૧૫ વિપુલ, ૧૬ વિજય; આ ધુવાદિ સોળ ઘરેનાં નામ છે અને તેઓના પિતાના નામ પ્રમાણે ગુણ દેષ છે. આ સોળે ઘરે અલિદ (ઓસરી) ના ભેદે કરીને યુવાદિ નામ ધારણ કરે છે. # ૧૧૭, ૧૧૮.
અંશક ઉપજાવવાની રીત. मूलराशौ व्ययं क्षिप्त्वा गृहनामाक्षराणि च ॥ त्रिभिरेव हरेद्भागं यच्छेषमंशकः स्मृतः ॥ ११९ ।। इन्द्रो यमश्व राजा वै चांशकाः त्रय एव च ॥
त्रिप्रमाणं निधोक्ताश्च ज्येष्ठमध्यकनिष्ठिकाः ॥ १२० ॥
ઘરની અથવા દેવાલયની મૂળ રાશિ (ક્ષેત્રફળ) ના અંકમાં આવેલા વ્યયને તથા ઘર અથવા પ્રાસાદના નામના અક્ષર ગણી તે અંક ઉમેરી ત્રણેને સરવાળે કરી ત્રણે ભાગતાં જે શેષ વધે તે અંશક જાણવા. (૧) એક વધે તે “ઈન્દ્રાંશક, (૨) બે વધે તો “યમાંશક અને (૩) ત્રણ વધે તે “રાજાશક સમજ. અશકે પિતાના નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે ઇન્દ્રાંશક ઉત્તમ, ચમાંશક કનિષ્ઠ અને રાજાશક મધ્યમ છે. ૧૧૯, ૧૨૦
ઇન્દ્રાંશક આપવાનાં સ્થાન प्रासादे प्रतिमालिङ्गे जगतीपीठमंडपे ॥
वेद्यां कुंडे क्रतो चैव इन्द्रध्वजपताकयोः ॥ १२१ ॥
ગૃહના નામાહાર અલિંદ ભેદે તથા લઘુ ગુરૂ ભેદે પણ ઉપજાવાય છે. પરંતુ આ ગ્રંથ પ્રાસાદ સંબંધી વિશેષ હકીક્ત ધરાવતે હેવાથી તેને વિસ્તાર કર્યો નથી. માટે અન્ય ગ્રંથમાં જોઈ લેવું.