________________
દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
૫૨૭ ક્ષેત્રના ૮ આઠ ભાગ કરી તેમાંના પાંચ (૫) ભાગ અર્થાત્ પંદર આંગળ ઉડી ખેરવી અને ઉપરના ભાગે ત્રણ ભાગની (૯ આંગળી) ત્રણ મેખલા કરવી. તેને વિસ્તાર ક્રમે છઠ્ઠા, આઠમા અને બારમા ભાગે કરે એટલે ઉપરની મેખલા ૪ ભાગની, વચલી ૩ અને છેલ્લી ૨ ભાગની કરવી. ૩૯.
નિ લક્ષણ योनिासार्धदीर्घा विततिगुणलवादायताब्धिर्द्वि भागा, तुङ्गा तावत्समन्तात्परिधिरुपरिगा तावदग्रेण रम्यम् ॥ निम्नं कुंडं विशंती वलयदलयुगेनान्विताधो विशाला, मूलात्सच्छिद्रनालान्तरवटरुचिराश्वत्थपत्राकृतिः सा ॥४०॥
ક્ષેત્રના અર્ધા માટે લાંબી, ક્ષેત્રના ત્રીજા ભાગે પહોળી અને ગ્રેવીસમા ભાગે ઉચી તેમજ ઉપર ફરતી મેખલાવાળી, આગળના ભાગે નમતી, કુંડમાં પ્રવેશ કરતી, બે અર્ધ ગેળ યુક્ત, નીચેના ભાગે વિશાળ, મૂળથી છેદ પાડેલી અને પીપળાના પાનના આકાર જેવી નિ સુંદર જાણવી. ૪૦.
अथवापि मृदा सुवर्णभासा करमानं चतुरङ्गलोच्चमल्पे ॥ हवने विदधीत वाङ्गुलोचं विबुधः स्थंडिलमेव वेदकोणम् ॥४१॥
અથવા વિદ્વાન્ પુરૂષે ચેડા હવનમાં પીળી માટીથી ચાર આંગળ ઉચું અથવા એક આંગળ ઉચું ચરસ એક ગજનું સ્થાડિલ (વેદીમંડલ) કરવું. ૪.
મંડલ વિધાન. एकद्वित्रिकरं कुर्याद् वेदिकोपरि मंडलम् ॥
ब्रह्मविष्णुरवीनां तु सर्वतोभद्रमिष्यते ॥४२॥
વેદી ઉપર એક, બે અને ત્રણ ગજનું મંડળ કરવું. બ્રહ્મા, વિષ્ણુ તથા સૂર્યની ઉપાસનામાં સર્વતોભદ્ર મંડળ કરવું ઇષ્ટ છે. ૪૨.
भद्रं तु सर्वदेवानां नवनाभि तथा त्रयम् ॥
लिङ्गोद्भवं शिवं स्याच लतालिसंयुतं तथा ॥४३॥
સર્વ દેવતાઓને માટે સર્વતેદ્ર મંડળ કરવું. નવનાભિ ( લિંગ) અને ત્રણ લિંગ કરવાં તથા શિવનું મંડળ લિંગ તથા વેલ પાંદડા સંયુક્ત કરવું. ૪૩.