________________
ત્રાદશ રત્ન]
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર
પ
જાણવું'. તથા મંડપના મધ્ય ભાગે દશ ગજ લાંમા વાંસ ઉપર સાત ગજ લાં અને ત્રણ ગજ પહોળે. તેમજ છેડે ઘુઘરીએવાળે અને શિરેભાગે ચામરવાળે મિશ્રિત રંગના ધ્વજ લગાડવા. ૧૪.
श्वेताच नवमीं पूर्वेशानयोर्मध्यतो बुधः ॥ विन्यसेत्तु पताकांश्च ध्वजांस्तानपि पूर्वतः ॥ १५ ॥
શ્વેત વર્ણની નવમી પતાકા પૂર્વ તથા ઈશાન કોણના મધ્ય ભાગમાં બુદ્ધિમાન પુરૂષ લગાડવી. આ પ્રમાણે પૂર્વાદિ ક્રમથી નવ ધ્વજો તથા નવ પતાકાઓ લગાડવી અને તેમને પેાતાના દંડની ઉચાઈના પાંચમા ભાગે જમીનમાં દાટવી અને તેની ચંદન પુષ્પાદિથી પૂજા કરવી. ૧૫.
કુડાવધાન.
षोडशहस्तकुण्डञ्च दशादधिकमिष्यते ॥
मण्डपे वेदिकामध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥ १६॥
હેમ કરવાના કુંડ દશ (૧૦) ગજથી સોળ (૧૬) ગજ સુધીના ભડપમાં કરવે અને મધ્ય ભાગે વેદિકા કરવી. તથા મંડપમાં પાંચ (૫), આઠ (૮) અથવા નવ (૯) કુંડ કરવા. ૧૬.
પૂર્વાદિ ક્રમથી નવ કુંડ નિવેશ પ્રકાર
प्राच्याश्चतुष्कोण भगेन्दुखण्डत्रिकोणवृत्तांग भुजांबुजानि ॥ अष्टात्रि शक्रेश्वरयोस्तु मध्ये वेदास्त्रि वा वृत्तमुशंति कुण्डम् ॥१७॥
પૂર્વમાં ચતુષ્કોણ ૧), અગ્નિકેણુમાં યેન્યાકાર (૨), દક્ષિણમાં અર્ધ ચદ્ર (૩), નૈઋત્યકેણુમાં ત્રિકેણુ (૪), પશ્ચિમમાં વર્તુલ (૫), વાયુકેણુમાં ષટ્કાણ (૬), ઉત્તરમાં અષ્ટલ પદ્માકાર (૭) અને ઇશાનમાં અષ્ટકણુ (૮) તથા પૂર્વ અને ઇશાનના મધ્યમાં (૯) નવમે આચાર્ય કુંડ વર્તુલ અથવા ચારસ કુડ કરવા. ( આ પ્રમાણે નવકુંડની રચના કરવી. આને જ નવકુંડી કહે છે. આઠ કુંડ આઠ ક્રિક્ષાલેના અને એક કુંડ આચાય ના મળી કુલ નવ કુંડ જાણુવા. ) ૧૭.
પંચકુડી તથા એક કુંડી નિવેશ પ્રકાર.
॥
अशेषकुण्डैरिह पञ्चकुण्डी चैकं यदा पश्चिमसोम वेद्याः सपादेन करेण यद्वा पादान्तरेणाखिलकुण्डसंस्था || १८ ||