________________
૫૧૪ શિલ્પ રત્નાકર
[ દશ રન તુલાદાનમાં વિશેષ. तुलाप्रदानेऽधममध्ययोः स्यात्सा पंचहस्तोत्तमकेऽद्रिहस्ता ॥ ईशानभागे ग्रहवेदिका तु हस्तोन्मितोच्छ्रायवती त्रिवप्रा ॥१२॥
તુલાપુરૂષના દાનમાં કનિષ્ઠ તથા મધ્યમ મંડપમાં પાંચ હસ્તની વેદી અને ઉત્તમ મંડપમાં સાત (૭) ગજની વેદી બનાવવી. (આ મધ્ય વેદીને મહાદી પણ કહે છે) તેમજ મંડપના ઈશાન કેણમાં એક ગજની લાંબી, પહોળી અને ઉંચી ત્રણ મેખલા વાળી ગ્રહદી કરવી. ૧૨.
ધ્વજા અને પતાકા વિષે.
ध्वजान् द्विहस्तायतिकाच पंचहस्तान्सुपीतारुणकृष्णनीलान् ।। श्वेतासितश्वेतसितान्दिगीशवाहान्वहेद्दिकरवंशशीर्षे ॥१३॥
પૂર્વાદિ ક્રમથી આઠ ધ્વજા કરવી અને તે આઠે બે બે ગજની પહોળી તેમજ પાંચ પાંચ ગજની લાંબી કરવી જોઈએ. તેમાં પૂર્વમાં પીત વર્ણ અને હાથીના ચિત્રસહિત ઈન્દ્રધ્વજ (૧), અગ્નિકોણમાં લાલ વર્ણ અને ઘેટાના ચિત્રયુકત અગ્નિધ્વજ (૨), દક્ષિણમાં કૃષ્ણ વર્ણ અને પાડાના ચિત્રયુત યમદ્વિજ (૩), નૈઋત્યમાં નીલ વર્ણ અને શ્વાનના ચિત્રયુક્ત રાક્ષસધ્વજ, (૪), પશ્ચિમમાં શ્વેત વર્ણ અને મગરના ચિત્રયુક્ત વરૂણધ્વજ (પ), વાયુકેમાં લીલે વર્ણ તથા મૃગના ચિત્ર યુક્ત વાયુધ્વજ (૬), ઉત્તરમા વેત વર્ણ અને હાથીના ચિત્રયુક્ત કુબેરધ્વજ (૭) અને ઇશાન કોણમાં શ્વેત વર્ણ તથા વૃષ (બળદ) ના ચિત્રયુક્ત શિવધ્વજ (૮) કરો અને આ આઠે દેવ દશ ગજ લાંબા વાંસના ધ્વજદંડોમાં પવી ધ્વજદંડની ઉંચાઈના પાંચમા ભાગે અર્થાત્ બે ગજ જેટલા જમીનમાં દાટી આઠ દિશાઓમાં ફરતા મૂકવા. ૧૩. રોરાવસ્ત્રજુત્તા જતા
વાક્ય મળે चित्रं ध्वजं दिकरदैर्घ्यवंशत्रिदोस्ततं प्रांतगकिंकिणीकम् ॥१४॥
આઠે પતાકાઓ સાત સાત હાથ લાંબી અને એક એક હાથ પહેળી ત્રિકેણાકાર કરવી અને પૂર્વોક્ત ઈન્દ્રાદિ લેકપોલેના વર્ણ તથા નીચે આપેલાં આયુધ યુક્ત કરી દશ ગજ લાંબા વાંસના દંડમાં પવી પૂર્વાદિ કમે જમીનમાં દાટવી. ઈન્દ્રનું આયુધ વિજ (૧), વહ્નિનું શક્તિ (૨), યમનું દંડ (૩), રાક્ષસનું ખગ (૪), વરૂણનું પાશ (પ), વાયુનું અંકુશ (૬), કુબેરનું ગદા (૭) અને શિવનું ત્રિશુલ (૮) આયુધ