________________
શિલ્પ રત્નાકર
[ ત્રાદશ રત્ન
શુભ વારે અને શુભ તિથિમાં પ્રતિષ્ઠાના મડપ કરવા માટે શુદ્ધ પૂર્વ દિશા સાધવી. તે પહેલાં પૃથ્વીની ભ્રાહ્મણાદિ વણુ તથા શલ્યાદિની પરીક્ષા કરવી અને પછી ભૂમિને માળી એક હસ્ત ખેદવી અને તેમાં જલ ભરી વહેતુ મૂકવુ' વિગેરે યુક્તિઓથી શુદ્ધ કરવી. ત્યાર પછી ભૂમિને ણુના સમાન સાફ ચિકણી બનાવવી. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે પુણ્યાહવાચન કરાવી ધૂમ, શેષનાગ અને પૃથ્વી; એમની પુષ્પાદિ સામગ્રી વડે પૂજા કરવી. ૪.
૫૨
શકુરાપણુ,
नृपाङ्गुलैः संमितकर्कटेन सूत्रेण वा वृत्तवरं विलिख्य ॥
व्यङ्गलं शंकुममुष्य मध्ये निवेशयेत्स्वाक्षिमिताङ्गलिभिः ॥५॥ चतसृभिश्चापि ऋजूत्तमाभिः संस्पृष्टशीर्षं तु समेषिकाभिः ॥ सच्छंकुभा यत्र विशेदपेयाद् वृत्ते क्रमात्स्तो वरुणेन्द्रकाष्ठे ||६||
ઉપર પ્રમાણે ભૂમિ શૈધન કર્યાં પછી પૂર્વ દિશા સાધવા માટે ૧૬ સાળ આંગળ પ્રકાર (કપાસ) ની બે અણી પહેાળી રાખી અથવા સૂત્ર વડે વર્તુલ ( ગોળ કુ’ડાળુ' ) કરીને વૃત્તના મધ્ય ભાગે આર (૧૨) આંગળના લાંબે શકું રોપવો. પછી સ્થિર થએલા શકુની છાયા સવારમાં વર્તુલની રેખાના જે સ્થાનમાંથી વર્તુલમાં પ્રવેશ કરે તે જગ્યાએ પશ્ચિમ દિશાનું સૂચક એક ચિન્હ કરવું અને પેર્ પછી શકુની છાયા વર્તુલની રેખાના જે સ્થાનમાંથી બહાર નીકળે ત્યાં પૂર્વ દિશાનુ સૂચક બીજી ચિન્હ કરવુ'. આ પ્રમાણે ક્રમે પશ્ચિમ તથા પૂર્વ દિશા સિદ્ધ થાય છે તેમજ ઉત્તર અને દક્ષિણ દિશા સિદ્ધ કરવા માટે. તે શકુની છાયાના અગ્ર ભાગને લગાડી વીસ વીસ આંગળની ચાર (૪) કેમળ અને સીધી સળીએ ચારે દિશામાં અણીએ અડાડીને મૂકવાથી ઉત્તર અને દક્ષિણ દિશા પણ સિદ્ધ થાય છે. પ, ૬.
कर्के कीटे गोमृगे यूकया साद्वाभ्यां चाल्या सिंहकुंभत्रिकेऽपि ॥ यामाशां वै भानुमान्याति तस्यां चाल्या द्वन्द्वे कार्मुके चालनं न ||७||
ક, વૃશ્ચિક, વૃષ અને મકર; આ ચાર સક્રાન્તિમાં એક એક યૂકા (જૂ) પ્રમાણે શકુની છાયા જે દિશામાં સૂર્ય હોય તે દિશા સામે ચલાવવી. તથા સિંહ, કન્યા અને તેમજ કુંભ, મીન અને મેષ; એમની ત્રણ ત્રણ સક્રાંતિઓ મળી છ સ‘ક્રાતિમાં સૂર્ય જે દિશામાં હોય તે દિશા તરફ શકુની છાયાથી ખબ્બે ચૂકા પ્રમાણેના અંતરે ચિન્હ કરવુ'. આ પ્રમાણે ઉત્તરાયણ અને દક્ષિણાયનના સૂર્યમાં પૂર્વ દિશા સાધવી, પરંતુ મિથુન અને ધન રાશિની સ’કાન્તિએમાં શકુની છાયા ચલાવવાની જરૂર નથી. .
તુલા