________________
પ૦૮
- શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રન રથિકા સંયુત જીરણ લક્ષણ. जीरणं पञ्चधा प्रोक्तं रथिकाएं च देवता ॥ ललितं चलिकाकारं त्रिरथवलिकोदरम् ॥२०१॥ श्रीपूज्यं पञ्चरथिकं सप्त वा नंदवर्धनम् ॥ रथिकोभयपक्षे तु मकरा विकृताननाः ॥
इतिकालवणयुक्तं कर्तव्यं रथिकान्तरम् ॥२०२॥ (પરિકરના સમાન અન્ય દેવેને પણ આજુબાજુએ અને ઉપર શેભાનું વર્તુલ કરવા વિષે)
જીરણ એટલે શેભાનું વર્તુલ પાંચ પ્રકારનું કહેલું છે. અને તે છરણની રથિકાઓના મધ્ય ભાગે પ્રતિમા સ્થાપવી. ત્રણ રથિકાઓથી યુક્ત અને જેનું ઉદર (પેટને ભાગ) અર્ધ વર્તુલાકારમાં વળેલું હોય તેમજ છત્રના આકારવાળું હોય તે લલિત નામનું ઝરણ જાણવું.
પાંચ રથિકાઓ યુક્ત જીરણ શ્રીપૂજ્ય નામે અને સાત રથિકાઓથી સંયુક્ત જીરણ આનંદવર્ધન નામે જાણવું. રથિકાઓના બને પડખે વિરૂપ મેંઢાના મગરે કરવા. આ પ્રમાણેનાં આલવણ ( બાજુના સુંદર ઘેરાવાથી યુક્ત પ્રતિમાની પડખે રહેલી રથિકાઓને અન્તર ભાગ) કરવાં. ર૦૧, ૨૦૨.
रथिकायां भवेद्रह्मा विष्णुरीशश्च चंडिका ॥
जिनो गौरी गणेशश्च स्वे स्वे स्थाने सुखावहाः ॥२०॥ ઉપર પ્રમાણે બનાવેલી રથિકા ( રથના સમાન દેવતાને બેસવા માટે બનાવેલ અર્ધચંદ્રાકારને એક પ્રકારને રથ) માં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ચંડિકા, જિન, ગૌરી અને ગણેશની સ્થાપના કરવી. એ દેવ પિતપિતાના સ્થાનમાં સ્થિત થયે સુખને આપનારા છે. ૨૦૩.
દિવાલને અડીને પ્રતિમા ન બેસાડવા વિષે. भित्तिसंलग्नविम्बश्च पुरुषः सर्वथाऽशुभः ॥
चित्रमयाश्च नागाद्या भित्तौ चैव शुभावहाः ॥२०४॥ દીવાલની અડોઅડ ચઢેલાં દેવબિંબ અને ઉત્તમ પુરૂષની મૂર્તિ સર્વથા અશુભ છે, પરંતુ ચિત્રામણમાં નાગ આદિ દેવતાઓ તે સ્વાભાવિક રીતે દીવાલેજ હોય છે તેને દેષ નથી. ૨૦૪.