________________
દ્વાદશ રન ] જિનમર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૫૭ ડમર ઉપર ચદ ભાગનું તિલક (કળશ) કરવું અને ઉપર પ્રમાણે સર્વ અલંકારથી સંયુક્ત તથા જમણી તથા ડાબી બાજુમાં મકરના મુખ સહિત પરિકર કરવું. ૧૯૫.
तन्मुखे तोरणं कार्य वलणैः त्रयपंचभिः ॥
केवलज्ञानमूर्तिश्च ह्यग्रे कार्या विचक्षणैः ॥१९६॥ બુદ્ધિમાન શિલ્પીઓએ મગરના મુખમાંથી નીકળતાં તોરણે કરવાં અને ત્રણ અથવા પાંચ વલણ કરવી તથા પરિકરના અગ્ર ભાગે કેવલજ્ઞાનમૂતિ કરવી. (વલણ એટલે અર્ધ ગળાકાર, તેમાં પાંદડાં અને હંસની પંક્તિ કરવી). ૧૬.
ઉભી પ્રતિમાનું પરિકર સંક્ષિપ્ત લક્ષણ. છત્રત્રાં નો થામિતિ |
अशोकद्रुमपत्रैश्च देवदुन्दुभिवादिभिः ॥१९७॥
શ્રીજિન પ્રતિમાના મસ્તકના ઉપરના ભાગે ત્રણ રથિકાઓથી સંયુક્ત એવાં ત્રણ છત્રો કરવા અને તે છેત્રે અશોક વૃક્ષનાં પાંદડાં તથા દેવદુન્દુભિ-નગારાં વગાડતા દેવે વડે અલંકૃત કરવાં. ૧૯૭.
सिंहासनमस्तकाधो गजसिंहविभूषितः ।
मध्ये च धर्मचक्रश्च पार्श्वयोर्यक्षयक्षिणी ॥१९८॥ સિંહાસનના મસ્તકની નીચેનો એટલે વચ્ચેનો ભાગ હાથી અને સિંહથી વિભૂષિત કરે, મધ્ય ભાગે ધર્મચક કરવું તથા બન્ને બાજુના ભાગમાં યક્ષ યક્ષિણી કરવાં. ૧૯૮.
द्विताला विस्तरे कार्या बहिः परिकरस्य तु ॥
दैये तु प्रतिमातुल्यं तदूधै तु नरायणम् ॥१९९॥
મૂર્તિથી બહારના ભાગે પરિકરની પહેળાઈ બે તાલની અર્થાત્ વીસ આંગળ અથવા ભાગની કરવી તથા લંબાઈમાં ઉભી પ્રતિમાની બરાબર કરવું. અને તેના ઉપરના ભાગે નારાયણ અર્થાત્ દેવદુદુભિવાદીઓનું સ્વરૂપ કરવું. ૧૯.
वाहिका बाह्यके पातु गजसिंहैरलंकृता ॥
कर्तव्या द्वारशाखा च तन्मूर्तिगणसंयुता ॥२०॥ હાથી અને સિંહ વિગેરેથી અલંકૃત કરેલી વાહિકા (બેજ ઉઠાવનારી પીઠ) બહાર નીકળતી કરવી અને તે (પરિકરનું) રક્ષણ કરે. દ્વારશાખાઓ તે તે મૂર્તિના ગણ-દ્વારપાલ સંયુક્ત કરવી. ર૦૦.