________________
દ્વાદશ રત્ન ] જિનક્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
૫૦૧ रोदन्ती च हसन्ती च मदिकाङ्गा च शिल्पिना ॥
कृशा द्रव्यविनाशाय दुर्भिक्षाय कृशोदरी ॥१६०॥ શિલ્પીએ પ્રતિમા રડતી, હસતી અથવા મદ ભરેલાં અંગવાળી કરી હોય તે તે હાનિકર્તા જાણવી. પાતળી દ્રવ્ય નાશ કરનારી અને પાતળા પેટવાળી દુર્ભિક્ષ કરનારી થાય છે. ૧૬૦.
वक्रनासातिदुःखाय ह्रस्वाङ्गा क्षयकारिणी ॥ 'अनेत्रा नेत्रनाशाय शिल्पी स्याद् भोगवर्जितः ॥१६१॥
વાંકા નાકવાળી પ્રતિમા ઘણું દુખ કરનારી છે. પ્રમાણથી નાનાં અંગવાળી ક્ષય કરનારી છે, ચક્ષુ વગરની ચક્ષુ નાશ કરનારી છે અને શિલ્પી દુઃખી થાય છે. ૧૬૧.
जायते प्रतिमा हीने कटिहासे च धातिनी ॥ 'जंघाहीने भवेद् भ्रातृपुत्रमित्रविनाशिनी ॥१६२॥
પ્રમાણથી રહિત પ્રતિમા કરે છે તેમજ કમરનો ભાગ હસ્વ (પાતળો અને જાડે) કરે તે ઘાતકર્તા થાય છે. જંઘાહીન કરે તો ભાઈ, પુત્ર અને મિત્રાદિને વિનાશકર્તા થાય છે. ૧૬૨.
ग्रीवाहीनेऽत्र विज्ञेयो ग्रीवारोगो न संशयः ॥
स्कंधहीने तु विज्ञेयः स्त्रीनाशो निरुपग्रहः ॥१६॥
ગ્રીવા-કંઠ હીન પ્રતિમા કરવાથી કરોગ થાય છે એમાં સંશય નહિ કરે. સ્કંધ હીન પ્રતિમા કરે તે સ્ત્રીને નાશ અને ગ્રહનો ઉપદ્રવ થાય. ૧૬૩.
हृदि हीने च निःशेषो बाहुहीनेऽपराक्रमः ॥ 'हीनहस्ते च स्त्रीहानिः पृष्ठहीने तथाऽसुखम् ॥१४॥
હૃદયહીન થાય તે નિ:શેષ (નિસંતાન), બાહહીન કરે તે પરાક્રમ રહિત, હસ્તહીન થાય તો સ્ત્રીની હાનિ અને પૃષ્ઠ ભાગે હીન થાય તે દુઃખકર્તા થાય. ૧૬૪.
पार्श्वहीने च विज्ञेयो गृहस्यापि परिक्षयः ॥
उरुक्षये विजानीयात् कुटुम्बस्य विनाशिनी ॥१६५।। પડખાના ભાગે હીન થાય તે ગૃહને નાશ જાણો અને છાતીના ભાગે હીન હોય તે કુટુંબનો નાશ કરનારી જાણવી. ૧૬૫.