SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. तेनाङ्गलप्रमाणेन षट्पञ्चाशत्समुछ्यः ॥ विस्तारस्तत्प्रमाणेन कर्तव्यः सर्वकामदः ॥११९॥ ઉપરોક્ત આંગુલ પ્રમાણે કુલ છપ્પન આંગુલ યુક્ત પ્રતિમાની કેશાંત પર્યંતની ઉંચાઈ થઈ. ઉંચાઈના પ્રમાણે પહેળાઈ પણ પઠીએ છપ્પન ભાગોથી યુક્ત કરવી તે સર્વ કામનાઓને આપનારી છે. ૧૧૯. अस्तकस्योच्छ्रयः कार्यश्चाष्टाङ्गुलप्रमाणतः ॥ पादश्चाष्टाङ्गलः प्रोक्तः दोस्तुला चतुरंगुला ॥१२०॥ પ્રતિમાના આસન (મસૂર) ની ઉંચાઈ આઠ આગળની કરવી. પગ આઠ આંગળ જાડા કરવા અને કરતુલા ( બન્ને હાથ જોડેલે પંજે) ચાર આંગળની કરવી. ૧૨૦. चतुरंगुलकं गुह्यं स्तनगर्भश्चतुर्दश ॥ त्रयोदशतु हृचैव केशान्तश्च त्रयोदश ॥१२॥ ગુઠ્ઠભાગ ચાર આંગળને કરે. ગુહ્ય ભાગથી સ્તનગર્ભ સુધીને ભાગ ચૌદ આંગળ, સ્તનગર્ભથી કંઠ સુધીને હદયભાગ તેર આંગળ અને કંઠથી કેશાંત સુધીને મુખભાગ પણ તેર આંગળને કર. ૧૨૧. ललाटश्च चतुर्भागं नासिका पंच कीर्तिता ॥ अङ्गुलमोष्ठमध्यश्च तूर्याङ्गुलमहौष्टकम् ॥१२२॥ મુખના તેર ભાગમાં ચાર આંગળનું કપાળ, પાંચ આંગળની નાસિકા, એક આગળને નાસિકા અને ઓષ્ઠને મધ્ય ભાગ તથા ઉપરના એણ્ડથી નીચે દાઢી સુધીને ભાગ ચાર આંગળ કરે. ૧૨૨. नासिकौष्ठद्वयोर्मध्ये प्रवेशश्चाङ्गलस्य वै ॥ अर्धाङ्गलमध्यौष्ठं दयङ्गला च हनुस्तथा ॥१२३॥ નાસિકા અને ઓષ્ઠની વચ્ચેને પ્રવેશભાગ એક આંગળને રાખવે. બન્ને ઓઝ અ અ આગળના અને દાઢી બે આંગળની કરવી. (કુલ ભાગ ચાર) ૧૨૩.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy