________________
શિલ્ય રત્નાકર
[ દ્વાદશ રત્ન ઉત્પન્ન થયેલા માને કરેલી શ્રીજિનદેવની અર્ચા (પ્રતિમા ) દ્વારપાલથી ઉચે સ્થાપવી તથા વીતરાગને પ્રાસાદ, જેની શાખાઓનું ઉદર મધ્ય માનવું છે એ કર નહિ. અર્થાત્ વીતરાગના પ્રાસાદમાં દ્વારની પહોળાઈ મધ્યમ માનની કરવી નહિ. ૧૧૪.
देवलोकत्रिलोकेषु न वै शस्या तथार्चिता ॥
जयः स्यादधमे माने शाखोदरं न लंघयेत् ॥११५॥ મધ્યમ માનના દ્વારના માને કરેલી પ્રતિમાની પૂજા સ્વર્ગલોક તેમજ ત્રિલેકમાં પ્રશંસનીય થતી નથી. કનિષ્ઠ માનનું દ્વાર કરવાથી જ થાય છે માટે તે સિવાયના માને કરી શાદરનું ઉલ્લંઘન કરવું નહિ. ૧૧૫.
બેઠી પ્રતિમાનું ચતુર્વિધ માન. आद्यं द्वारञ्च पादोनं प्रान्ते शाखोदरी तथा ॥ त्रिधा भक्तश्च कर्तव्यं प्रमाणश्च चतुर्विधम् ॥११६॥
દ્વારમાને પ્રતિમા કરવાનું ચાર પ્રકારનું પ્રમાણ નીચે પ્રમાણે જાણવું. પ્રથમ દ્વારની પહોળાઈમાં ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ છેડી ત્રણ ભાગની, બીજી શાખાઓના અંત ભાગ સુધીની, ત્રીજું શાખાઓના ઉદરમાં પ્રવેશતી અને ચોથું ત્રણ ભાગ કરી બે ભાગની પ્રતિમા કરવી. ૧૧૬.
વિવિધમાન. पञ्चमात्रं प्रान्तद्वारं विस्तरार्धमलङ्कृतम् ॥ त्रिधा मानश्च कर्तव्यमर्चा चतुर्मुखा यदा ॥११७॥
મુખ પ્રાસાદમાં ચારે દિશામાં પ્રતિમા સ્થાપન કરવાને કારમાને પ્રતિમા માન નીચે પ્રમાણે ત્રિવિધમાન લેવું. પાંચ ભાગ કરી ચાર ભાગે, દ્વારના પ્રાન્તભાગે અને પહોળાઈના અર્ધ ભાગે ભાયમાન પ્રતિમામાન કરવું. ૧૧૭.
સ્વરૂપ-વિભાગ. प्रतिमोछ्यमाने तु कर्तव्याश्चतुरंशकाः ॥
तत्रांशेषु प्रकुर्वीत चाङ्गुलानां चतुर्दश ॥११८।। પ્રતિમાની ઉચાઈના માનમાં ચાર ભાગો કરવા. અને તે ચારે ભાગોમાં ચંદ ચૌદ આંગળ અર્થાત્ ચેદ ચાદ વિભાગે કરવા. ૧૧૮.