________________
દ્વાદશ રન જિનમુર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
૪ શ્રી જિન પ્રતિમા વિભાગ વર્ણન.
જિનસ્વરૂપ अरूपं रूपमापन्नं विश्वरूपं जगत्प्रभुम् ॥ केवलं ज्ञानमूर्तिश्च वीतरागं जिनेश्वरम् ॥१०९॥ द्विभुजश्चैकवक्त्रश्च बद्धपद्मासनस्थितम् ॥
लीयमानपरब्रह्मजिनमूर्तिजगद्गुरुम् ॥११०॥ નિરાકાર અને વિશ્વરૂપ, જગતના પ્રભુ તથા કેવલજ્ઞાનની મૂર્તિરૂપ વીતરાગ જિનેશ્વર સ્વરૂપાકારને પ્રાપ્ત થએલા કરવા. ૧૦૯.
બે ભુજાવાળા, એક મુખવાળા, પદ્માસનવાળીને બેઠેલા તથા પરબ્રહ્મના ધ્યાનમાં લીન થએલી મુદ્રાવાળા જિનમૂર્તિ જગદ્ગુરૂ કરવા. ૧૧૦.
नामसङ्घया समाख्याता प्रयुक्ता वास्तुवेदके ॥ चतुर्विशत्यृषभाद्या वर्धमानान्तकास्तथा ॥१११॥ ऋषभादिपरीवारो दुर्गमो वर्णसंकरः ॥
तेन चाङ्गलसंख्या वै प्रतिमामानकर्मणि ॥११२॥ શ્રીષભાદિથી શ્રીવર્ધમાન સુધીના વીસ તીર્થકની વાસ્તુવેદમાં વર્ણવેલી નામસંખ્યા પૂર્વે કહી છે. શ્રીકૃષભાદિ પરિવાર વર્ણની મિશ્રતાને લીધે તેમનાં સ્વરૂપ લક્ષણ જાણવાં અત્યંત કઠિન છે તેથી પ્રતિમાના માનના કાર્યમાં અંગુલ સંખ્યાના પ્રમાણથી પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ૧૧૧, ૧૧૨.
પ્રતિમામાન. प्रासादमाने स्यादर्चा द्वारमाने विशेषतः ॥
प्रमाणं द्वारमानेन ह्यन्यथा निष्फलं भवेत् ॥११३॥ પ્રાસાદમાને પ્રતિમા કરવી પરંતુ વિશેષતઃ કારમાને કરવી શુભ છે. કારણ કે પ્રતિમાનું માન દ્વારમાને લેવું સારું, અન્યથા નિષ્ફળ થાય છે. ૧૧૩.
अर्चा चोत्पन्नमानेन द्वाराधिपाजिनोदयः ॥ प्रासादो वीतरागस्य नो शास्त्रोदरमध्यमः ॥१४॥