________________
૪૮૮
શિલ્ય રત્નાકર
[ દ્વાદશ રત્ન ૧૩ વૈયા. वैरोट्या श्यामवर्णा चाजगरासनसंस्थिता ॥
सव्ये खगोरगौ धत्ते वामे खेटकपन्नगौ ॥१४॥
શ્યામ વર્ણવાળી, અજગરના આસનવાળી તથા ખ, સર્પ, ઢાલ અને સર્ષ યુકત ચાર ભુજાવાળી રેટ્યા જાણવી. ૯૪.
૧૪ અછુપ્તા. अच्छुप्ता च तडिद्वर्णा तुरगवाहनस्थिता ॥
खड्गधाणधनुःखेटविभूषितचतुर्भुजा ॥१५॥ વિજળીના સમાન વર્ણવાળી, અશ્વના વાહનવાળી તથા ખર્શ, બાણ, ધનુષ્ય અને ઢાલ યુક્ત ચાર ભુજાવાળી અછુપ્તા દેવી જાણવી. ૫.
૧૫ માનસી. मानसी धवलाभा च हंसवाहनसंस्थिता ॥
वरदवज्रवज्राक्षवलयान्वितबाहुका ॥१६॥ ધળી કાંતિવાળી, હંસ ઉપર બેઠેલી તથા વર, વજ, વજ અને અક્ષમાલાના કંકણયુક્ત ચાર ભુજાવાળી માનસી નામની વિદ્યાદેવી જાણવી. ૬.
૧૬ મહામાનસી. सिंहासनसमासीना धवला महामानसी ॥
वरासिखेटकैर्युक्ता कुण्ड्या चैव चतुर्भुजा ॥१७॥ સિંહ ઉપર બેઠેલી, ધોળા વર્ણવાળી તથા વર, તરવાર, ઢાલ અને કુંડિકાયુક્ત ચાર ભુજાવાળી મહામાનસી (નાગદેવી) જાણવી. ૯૭.
દેવીઓના આયુધની ઉંચાઈનું પ્રમાણુ. आयुधं जिनदेवीनां केशान्तादधिकं न हि ॥
कृते कारापका स्वामी गृहंकर्ता विनश्यति ॥२८॥ જિનશાસ્ત્રમાં કહેલી ચાર નિકાયની દેવીઓનાં આયુધ કેશાન્તથી અધિક ઉંચ કરવાં નહિ. જે અધિક કરવામાં આવે તે કરાવનાર સ્વામી, ઘર અને કરાવનારને વિનાશ થાય છે. ૯૮.