________________
૪૮૭
દ્વાદશ રત્ન ]. જિન મૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૯૭
૮ મહાકાલી. महाकाली तमालाभा पुरुषवाहनस्थिता ॥
अक्षसूत्रं तथा वज्रं धत्तेऽभयञ्च घंटिकाम् ॥८९॥ તમાલ વૃક્ષના સમાન કાંતિવાળી, પુરૂષના વાહનવાળી તથા અક્ષમાલા, વજ, અભય અને ઘંટને ધારણ કરેલા ચાર ભુજાવાળી મહાકાલી નામે વિદ્યાદેવી જાણવી. ૮૯.
૯ ગૌરી. गौरी कनकवर्णाभा गोधावाहनसंस्थिता ॥
वरदमूसलाक्षाजसमन्वितचतुष्करा ॥१०॥ સુવર્ણના જેવી કાંતિવાળી, ઘોના વાહન ઉપર બેઠેલી તથા વર, મૂસલ, અક્ષમાલા અને કમળ સહિત ચાર ભુજાવાળી ગરી નામે વિદ્યાદેવી જાણવી. ૯૦.
૧૦ ગાંધારી. गान्धारी नीलवर्णा च कमलासनसंस्थिता ॥
वरदं मूसलं वज्रमभयश्चैव बिभ्रती ॥९१॥ નીલવર્ણ, કમલાસનવાળી તથા વર, મૂલ, વજ અને અભયધારિણું ચતુર્ભુજા ગાન્ધારી નામે વિદ્યાદેવી જાણવી. ૯૧.
૧૧ મહાજવાલા. मार्जारवाहना नित्यं ज्वालोझासिकरद्वया ॥
शशांकधवला ज्वाला देवी भद्रं ददातु नः ॥९२॥ બિલાડાના વાહનવાળી, અગ્નિની વાલાથી જેના બન્ને હાથે શેભાયમાન છે એવી અને ચંદ્ર સમાન વેત વર્ણવાળી મહાજવાલા જાણવી અને તે અમારું કલ્યાણ કરે, ૯૨.
૧૨ માનવી. मानवी श्यामवर्णा च कमलस्था चतुर्भुजा ॥
वरदपाशशाखाक्षसूत्रालंकृतहस्तका ॥१३॥ શ્યામવર્ણ, કમલના ઉપર બેઠેલી તથા વર, પાશ, પલ્લવયુક્ત શાઓ અને અક્ષમાલા વડે અલકુત, ચાર ભુજાવાળી માનવી જાણવી. ૯૩,