________________
४८६ શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રેન શંખના સમાન કાંતિવાળી, પદ્મના આસનવાળી તથા જમણા હાથ વર, શંખલા ( સાંકળ) યુક્ત અને ડાબા હાથ શંખલા, પસંયુક્ત ચાર ભુજાવાળી વાખલા નામની વિદ્યાદેવી જાણવી. ૮૪.
૪ વાંકુશી. वज्राङ्कुशी गजारूढा कनकाभा चतुर्भुजा ॥
वरदं वज्रकं धत्तेऽङ्कुशश्च मातुलिङ्गकम् ॥८५॥ હાથી ઉપર બેઠેલી, સુવર્ણના સમાન કાંતિવાળી તથા વર, વજ, અંકુશ અને માતુલિંગને ધારણ કરેલા ચાર ભુજાવાળી વાંકુશા નામની વિદ્યાદેવી જાણવી. ૮૫.
૫ ચકેશ્વરી. गरुडस्था तडिद्वर्णाऽप्रतिचक्रा चतुर्भुजा ॥
चक्रेश्वरीति या ख्याता चक्रयुक्तचतुष्करा ॥८६॥ ગરૂડના વાહનયુક્ત, વીજળીના સમાન કાંતિવાળી તથા ચયુક્ત ચાર ભુજાવાળી અપ્રતિચકા જાણવી, જે ચકેશ્વરીના નામે પણ ઓળખાય છે. ૮૬.
૬ નરેદત્તા.
नरदत्ता च हेमामा महिषीवाहनस्थिता ॥
वरदखड्गसंयुक्ता खेटकमातुलिङ्गिका ॥८७॥ સુવર્ણના સમાન કાંતિવાળી, ભેંસના વાહન ઉપર બેઠેલી તથા જમણા હાથ વર, ખગયુક્ત અને ડાબા હાથ ઢાલ, માતુલિંગયુક્ત ચતુર્ભુજા નરદત્તા નામે વિદ્યાદેવી જાણવી. ૮૭.
છે કાલી.
काली तु कृष्णवर्णा स्यात्पद्मासना चतुर्भुजा ॥ अक्षसूत्रगदावज्राऽभययुक्तचतुष्करा ॥८८॥
કાળા વર્ણની, પદ્મના આસન ઉપર બેઠેલી તથા અક્ષમાલા, ગદા, વજ. અને અભયયુક્ત ચાર ભુજાવાળી કાલી નામે વિદ્યાદેવી. જાણવી. ૮૮.