________________
૪૮૫
દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
૨૪ માતંગ યક્ષ. मातङ्गः श्यामवर्णश्च द्विभुजो गजवाहनः ॥
दक्षिणे नकुलं धत्ते बीजपूरञ्च वामतः ॥८॥
શ્યામવર્ણનો, બે હાથ અને હાથીના વાહનવાળે તથા દક્ષિણ હાથમાં નકુલ અને વામ બાહુમાં બીજપૂરધારી શ્રી મહાવીર સ્વામીને માતંગ નામે યક્ષ જાણો. ૮૦.
૨૪ સિદ્ધાયિકા. सिद्धायिका हरिद्वर्णा सिंहारूढा चतुर्भुजा ॥
पुस्तकश्चाभयं धत्ते वीणां वै मातुलिङ्गकम् ॥८॥ લીલા વર્ણની, સિંહારૂઢ તથા પુસ્તક, અભય, વણા અને માતલિંગયુક્ત ચાર ભુજાવાળી સિદ્ધાયિકા યક્ષિણી જાણવી. ૮૧.
વિદ્યા દેવી સ્વરૂપ લક્ષણ.
૧ રોહિણી. सुरभिवाहनारूढा गौरवर्णा तु रोहिणी ॥
अक्षवाणधनुःखड्गसमन्वितचतुष्करा ॥८२॥ સુરભિ (ગાય) ના વાહન ઉપર આરૂઢ થયેલી, ગેરવર્ણની તથા અક્ષમાલા, બાણ, ધનુષ અને તરવાર યુક્ત ચાર ભુજાવાળી રેહિણી વિદ્યાદેવી જાણવી. ૮૨.
૨ પ્રજ્ઞપ્તિ . प्रज्ञप्तिः श्वेतवर्णा च मयूरवरवाहना ॥
वरदशक्तिसंयुक्ता सशक्तिमातुलिङ्गिका ॥८॥
શ્વેતવર્ણની, મયૂરના શ્રેષ્ઠ વાહનવાળી તથા જમણા હાથ વર, શક્તિસંયુકત અને ડાબા હાથ શકિત, માતુલિગ સહિત પ્રજ્ઞપ્તિ નામે વિદ્યાદેવી જાણવી. ૮૩.
૩ વજશૃંખલા. चतुर्भुजा च शङ्कामा पद्मस्था वज्रशृङ्खला ।। वरदशृङ्खलायुक्ता शृङ्खलापमसंयुता ॥८४॥