________________
દ્વાદશ રત્ન] જિનમુર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૧૬ ગરૂડ ચક્ષ. क्रोडास्यो गरुडः श्यामो वराहस्थश्चतुर्भुजः ॥
बीजपूरं तथा पद्म नकुलश्चाक्षसूत्रकम् ॥५९॥ સુવરના મુખવાળો, શ્યામ વર્ણને, વરાહ (સ્વર) ના ઉપર આરૂઢ થયેલ, ચાર ભુજાવાળા તથા બીજપૂર, પદ્મ, નકુલ અને અક્ષસૂત્રધારી શ્રી શાંતિનાથ ભગવાનને ગરૂડ નામને યક્ષ જાણવો. ૫૯.
૧૬ નિર્વાણું. कनकाभा च निर्वाणी पद्मारूढा चतुर्भुजा ॥
पुस्तकश्चोत्पलं धत्ते सरोरुहकमण्डलू ॥६॥ સુવર્ણના જેવા વર્ણવાળી, પદ્મના આસનવાળી તથા પુસ્તક, પિયગુ, કમલ અને કમંડલ યુક્ત ચાર ભુજાવાળી નિર્વાણી યક્ષિણી જાણવી. ૬૦.
૧૭ ગન્ધર્વ યક્ષ गन्धर्वः श्यामवर्णश्च हंसारूढश्चतुर्भुजः ॥
वरदञ्च तथा पाशं मातुलिङ्गाङ्कुशौ दधन् ॥३१॥
શ્યામ વર્ણને, હંસના ઉપર બેઠેલે, ચાર ભુજાવાળો તથા વર, પાશ, માતુલિંગ અને અંકુશધારી શ્રી કુંથુનાથ ભગવાનને ગંધર્વ નામને યક્ષ જાણ. ૬૧.
૧૭ બાલા. बालाभिधाच्युता देवी वर्णाभा शिखिचाहना ॥
बीजपूरं त्रिशूलञ्च भुशुण्डिश्चोत्पलं तथा ॥३२॥ સુવર્ણના સમાન કાંતિવાળી, મયુરના વાહનવાળી તથા બીજ પૂર, ત્રિશૂલ, ભુશુડિ અને કમળયુકત ચાર ભુજાવાળી બાલા નામની અય્યતા ચક્ષિણ જાણવી. ૬૨.
૧૮ યક્ષેન્દ્ર યક્ષ. यक्षेन्द्रः षण्मुखः श्यामः त्रिनेत्रः शङ्खवाहनः ॥ द्वादशहस्तशोभाढ्यो यक्षश्चारजिनस्य तु ॥३३॥ .