________________
દ્વાદશ રત્ન ] જિનમુર્તિ સ્વરૂપ લક્ષણધિકાર. ૪૯
૧૧ માનવી. श्रीवत्सा मानी देवी चन्द्राभा सिंहवाहना ॥
ઘર મુકવ ર તથા રાજ્ ૪ ચંદ્રના સમાન કાંતિવાળી, સિંહના વાહનવાળી તથા વર, મુદ્રર, કલશ અને અંકુશયુક્ત ચતુર્ભુજા શ્રીવત્સા(માનવી) યક્ષિણી જાણવી. ૪૯.
૧૨ કુમાર યક્ષ. श्वेतवर्णः कुमारश्च हंसारूढश्चतुर्भुजः ॥
बीजपूरं तथा बाणं नकुलं धारयन् धनुः ॥५०॥
શ્વેત વર્ણન, હંસના વાહનવાળ, ચાર ભુજાવાળે તથા બીજપૂર, બાણ, નકુલ અને ધનુષને ધારણ કરનાર શ્રીવાસુપૂજ્ય સ્વામીને કુમાર નામને યક્ષ જાણો. ૫૦.
૧૨ ચંડા. चण्डा च प्रवरा देवी श्यामाश्वस्था चतुर्भुजा ॥
वरदश्च तथा शक्ति प्रसूनच तथा गदाम् ॥५॥ શ્યામવર્ણની, અશ્વારૂઢ તથા વર, શકિત, પુષ્પ અને ગદાયુક્ત ચાર ભુજાવાળી ચંડા યક્ષિણ જાણવી. આને ગ્રથાન્તરે પ્રવરા પણ કહી છે. પ૧.
૧૩ પમુખ યક્ષषण्मुखः श्वेतवर्णश्च भु दशभिर्युतः ॥ फलं चक्रं तथा बाणं खड्गं पाशाक्षसूत्रके ॥५२॥ नकुलं चक्रधनुषी फलश्चैवांकुशाभये ॥
दक्षिणाधाक्रमाद् धत्ते षण्मुखः शिखिवाहनः ॥५३॥
શ્વેતવર્ણ, છ મુખવાળે, બાર બાહુવાળે, મયૂરના વાહનવાળા તથા ફલ, ચક, બાણ. તલવાર, પાશ, અક્ષસૂત્ર, નકુલ, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભય વિગેરે આયુધે દક્ષિણક્રમથી ધારણ કરેલે શ્રીવિમલનાથ પ્રભુને પણમુખ નામને યક્ષ જાણવે. પર, ૫૩.