________________
૭
શિલ્પ રત્નાકર
૯ સુતારિકા.
गौरवर्णा सुतारा च वृषारूढा चतुर्भुजा || वरदं त्वक्षसूत्रञ्च कलशञ्च तथाङ्कुशम् ||४४॥
[ દ્વાદશ રત્ન
ગારવની, વૃષભ ઉપર આરૂઢ થયેલી તથા વર, અક્ષસૂત્ર, કલશ અને અંકુશ યુક્ત ચાર ભુજાવાળી સુતારા યક્ષિણી જાવી. ૪૪.
૧૦ બ્રહ્મ ચક્ષ.
ब्रह्मचतुर्मुखो यक्षः श्वेतश्च कमलासनः ॥ त्रिनेत्रोऽष्टभुजो ज्ञेयो मातुलिङ्गञ्च मुद्गरम् ॥ ४५ ॥ धत्ते पाशाभये चैव नकुलञ्च गदाङ्कुशौ ॥ दक्षिणाधः क्रमादक्षसूत्र॑श्चैवाष्टबाहुषु ॥४६॥
ચાર મુખવાળે, શ્વેત વર્ણના, કમલના આસનવાળા, ત્રિનેત્ર, આઠ બાહુવાળા તથા માર્લિંગ, સુગર, પાશ, અભય, નકુલ, ગદા, અંકુશ અને અસૂત્ર; આ આઠ આયુધ દક્ષિણ તરફના નીચેના બાહુના ક્રમે ધારણ કરેલા શ્રીશીતલનાથ ભગવાનને બ્રહ્મ નામના યક્ષ જાણવા. ૪૫, ૪૬.
૧૦ અશોકા.
अशोका नीलवर्णा च पद्मारूढा चतुर्भुजा || वरदञ्च तथा पाशं फलकञ्चाङ्कुशं तथा ||४७||
નીલ વર્ણવાળી, પદ્મ ઉપર બેઠેલી તથા વર, પાશ, ફલક અને અકુશયુક્ત ચાર ભુજાવાળી અશોકા યક્ષિણી જાણવી. જા,
૧૧ મનુજ ચક્ષુ
मनुजो धवलो ज्ञेयः त्रिनेत्रो वृषवाहनः ॥ मातुलिङ्गं गदाचैव नकुलाक्षे चतुष्टये ॥४८॥
સફેદ વર્ણન, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળા તથા માતુલિંગ, ગા, નકુલ અને અક્ષસૂત્રધારી શ્રીશ્રેયાંસનાથ ભગવાનના મનુજ ( ઇશ્વર ) નામના યક્ષ જાણવે. ૪૮૮