________________
૭૬ શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રત્ન ૫ તુમ્બરૂ યક્ષ श्वेतश्चतुर्भुजश्चैव तुम्बरुस्तायवाहनः ॥
वरं शक्तिं गदाश्चैव नागपाशं बिभर्ति यः ॥३५॥ શ્વેતવર્ણ, ચાર બાહુવાળે, ગરૂડના વાહનવાળે તથા વર, શક્તિ, ગદા અને નાગપાશધારી શ્રીસુમતિનાથ ભગવાનને તુંબરૂ નામને યક્ષ જાણ. ૩૫.
૫ મહાકાલી. सुवर्णाभा महाकाली पद्मारूढा चतुर्भुजा ॥
दक्षिणतो वरं पाशं मातुलिङ्गाङ्कशौ तथा ॥३६॥ સુવર્ણના સમાન કાંતિવાળી, પદ્મના ઉપર આરૂઢ થયેલી તથા વર, પાશ, માતુલિંગ અને અંકુશ યુક્ત ચાર ભુજાવાળી મહાકાલી યક્ષિણી જાણવી. ૩૬.
૬ કુસુમ યક્ષ. कुसुमो नीलवर्णश्च यक्षः कुरङ्गवाहनः ॥
मातुलिङ्गाभये चैव नकुलञ्चाक्षमालिकाम् ॥३७॥ નીલવર્ણને, મૃગના વાહનવાળા તથા માતુલિંગ, અભય, નકુલ અને અક્ષમાલાને ધારણ કરનારે શ્રી પદ્મપ્રભુને કુસુમ નામને યક્ષ જાણ. ૩૭.
૬ અય્યતા. श्यामवर्णाच्युता देवी नरारूढा चतुर्भुजा ॥
वरदश्च तथा बाणं धनुश्वाभयदं शुभा ॥३८॥ શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળી તથા વર, બાણ, ધનુષ અને અભયયુક્ત ચાર ભુજાવાળી અય્યતા યક્ષિણી જાણવી. ૩૮.
૭ માતંગ યક્ષ. मातङ्गो नीलवर्णश्च गजारूढश्चतुर्भुजः ।। दक्षिणे बिल्वपाशौ च वामे च नकुलाङ्कशौ ॥३९॥