________________
શિલ્પ રત્નાકર
[ એકાદશ રન રક્ત ચામુંડા. दंष्ट्राला क्षीणदेहा च गर्ताक्षा भीमरूपिणी ॥ दिग्बाहुः क्षामकुक्षिश्च मूसलं चक्रमार्गणे ॥३६॥ अङ्काशं बिभ्रती खड्गं दक्षिणेष्वथ वामतः ॥ खेट पाशं धनुदंडं कुठारश्चेति बिभ्रती ॥३६२॥ चामुंडा प्रेतगा रक्ता विक्रान्तास्या हि भीषणा ॥ द्विभुजा वा प्रकर्तव्या कर्तिकाकर्परान्विता ॥३६॥
મોટી વિક્રાળ દાઢવાળી, શુષ્ક દેહવાળી, ઉડી આંખેવાળી, ભયંકર સ્વરૂપવાળી, દશ ભુજાવાળી, ક્ષીણ કમરવાળી; મૂસલ, ચક, બાણ, અંકુશ અને ખર્શ દક્ષિણ હાથમાં ધારણ કરેલી તથા ઢાલ, પાશ, ધનુષ, દંડ અને કુઠાર વામ હાથમાં ધારણ કરનારી, મુડદા ઉપર બેઠેલી, વિકાળ મુખવાળી અને ભયંકર રક્તચામુંડા દેવી કરવી. અથવા કત્તિકા અને કપરસંયુક્ત બે ભુજાવાળી કરવી. ૩૬૨, ૩૬૩.
વીરેશ્વર ભગવાન. वीरेश्वरश्च भगवान वृषारूढो धनुर्धरः ॥ वीणात्रिशुलहस्तश्च मातृणामग्रतो भवेत् ॥
मध्ये वा मातरः कार्या अन्ते तासां विनायकः ॥३६४॥ વૃષ ઉપર બેઠેલા, ધનુર્ધારી, વીણા અને ત્રિશૂળને ધારણ કરેલા વીરેશ્વર ભગવાન કરવા અને તે માત્રી દેવતાઓના અગ્ર ભાગે સ્થાપવા તેમજ મધ્ય ભાગે માત્ર દેવતાઓ સ્થાપવી અને તેમની પાછળના અંત ભાગે વિનાયક સ્થાપવા. ૩૬૪.
ક્ષેત્રપાલ. क्षेत्रपालो विधातव्यो दिग्वासा घंटभूषितः ॥ कर्तिकां डमरूं बिभ्रत् दक्षिणे तु करद्वये ॥३६५॥ वामे शूलं कपालञ्च मुण्डमालोपवीतिकः ॥
हृस्वहस्तो महोरस्कः सर्पग्रन्धितशेखरः ॥३६६॥ દિગંબર, ઘંટથી વિભૂષિત, દક્ષિણ હાથમાં કત્તિક કરવત) અને ડમરૂ તથા વામ હાથમાં ત્રિશૂલ અને કપાલધારી, મુડમાલાના ઉપવીતવાળા, ટુંકા હાથવાળા, મોટી છાતીવાળા અને સર્ષોથી વિંટાયલી જટાવાળા ક્ષેત્રપાલ કરવા. ૩૫, ૩૬૬.