________________
એકાદશ રત્ન ]. દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
કૌમારી. कुमाररूपकौमारी मयूरवरवाहना ॥
रक्तवस्त्रधृक् वरदा शूलशक्तिगदाधरा ॥५६॥
કુમાર સ્વરૂપવાળી, મયુરના વાહનવાળી, રક્ત વસ્ત્રો ધારણ કરેલી તથા વર, ત્રિશૂલ, શક્તિ અને ગદાધારિણી મારી દેવી જાણવી. ૩૫૬.
વૈષ્ણવી. वैष्णवी विष्णुसहशी गरुडोपरि संस्थिता ॥
चतुर्बाहुश्च वरदा शंखचक्रगदाधरा ॥३५७॥ વિષ્ણુના સમાન સ્વરૂપવાળી, ગરૂડ ઉપર બેઠેલી તથા વર, શંખ, ચક્ર અને ગદાયુક્ત ચાર ભુજાવાળી વૈષ્ણવી દેવી જાણવી. ક૫૭.
વારાહી.
वाराहीं तु प्रवक्ष्यामि महिषोपरि संस्थिता ॥ चाराहसदृशी देवी घण्टाचामरधारिणी ॥३५८।। गदाचक्रधरा तद्वद् दानवेन्द्रविघातिनी ॥
लोकानाच हितार्था या सर्वव्याधिविनाशिनी ॥३५९॥ મહિષ (પાડા) ઉપર બેઠેલી, વારાહના જેવા સ્વરૂપવાળી, ઘંટા અને ચામર ધારિણી તેમજ ગદા અને ચધારિણું, દાનવેન્દ્રને નાશ કરનારી, લેકેની હિતકર્તા તથા સર્વ વ્યાધિઓને નાશ કરનારી વારાહી દેવી કરવી. ૩૫૮, ૩૫૯૮
ઇન્દ્રાણી.
इन्द्राणी विन्द्रसहशी वज्रशूलगदावरा ॥
गजासनगता देवी लोचनैहुभिर्वता ॥३६०॥ ઈદ્રના સમાન સ્વરૂપવાળી, વજ, ત્રિશૂલ, ગદા અને વર યુક્ત ચાર ભુજાવાળી, હાથી ઉપર બેઠેલી અને ઘણું લચનેવાળી ઈન્દ્રાણી કરવી. ૩૬૦.