________________
૪૦
શિપ રત્નાકર
[ એકાદશ રત્ન खेटकं पूर्णचापश्च पाशमङ्कुशमेव च ॥ घण्टाश्च वामतो दद्याद् दैत्यमूर्धजधृत्करा ॥३३८॥ अधस्तान्महिषश्चैव शिरच्छिन्नं प्रदर्शयेत् ॥ शिरच्छेदोद्भवं तद्वद् दानवं ग्वड्गपाणिनम् ॥३३९॥ हृदि शूलेन निर्भिन्नं तिर्यग्दन्तविभूषितम् ॥ रक्तरक्तीकृताङ्गञ्च रक्तविस्फारितेक्षणम् ॥३४॥ देव्यास्तु दक्षिणं पादं समं सिंहोपरि स्थितम् ।। किश्चिदृवं तथा वाममङ्गुष्ठं महिषोपरि ॥३४१॥
ત્રિભંગીપણે ઉભેલી, મહિષાસુરને નાશ કરતી, દક્ષિણ હાથમાં ક્રમે ત્રિશૂલ, અર્શ, ચક, બાણ, પદ્મ, શક્તિ, અને વામ હાથમાં ઢાલ, ચઢાવેલું ધનુષ, પાશ, અંકુશ તથા ઘંટા ધારિણું અને એક હાથમાં જેણે દૈત્યનું મસ્તક કેશમાંથી પકહ્યું છે એવી કરવી. તથા નીચે જેનું મસ્તક કાપી નાખેલું છે એ પડેલે પાડે કરવે. તે પ્રમાણે માથું કપાયલે અને જેના હાથમાં તરવાર છે એ મહિસાસુર દાનવ પણ બતાવ અને તે હદયમાં ત્રિશૂળથી ભેદાયેલ, વાંકા દાંતવાળે, રક્તથી જેનાં અંગે રંગાયેલા છે, ફાટેલી અને લાલચળ જેની આંખ છે એવા
સ્વરૂપવાળે કરવે. દેવીને દક્ષિણ પગ સિંહના ઉપર રહેલ તથા વામ પગને અંગુઠે કંઈક ઉચેથી મહિષના ઉપર અડકેલ કરે. ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧.
ચંડિકાના અષ્ટ દ્વારપાલ. चंडिकायाः प्रतीहारान् कथयिष्याम्यनुक्रमात् ॥ वैतालः करदश्चैव पिङ्गाक्षो भृकुटिस्तथा ॥३४२।। धूम्रकः कङ्कटश्चैव रक्ताक्षश्च सुलोचनः ॥ दंष्ट्रानना विकटास्या विस्फुरद्दशनोज्ज्वलाः ॥ बर्बरीकृष्णदेहाश्च रक्ताक्षाश्च महाबलाः ॥३४३॥
ચંડિકાના આઠ પ્રતીહારોનાં નામ અનુક્રમે કહું છું – વૈતાલ, કપટ, પિંગાક્ષ, ભ્રકુટિ, ધૂમક, કંકટ, રક્તાક્ષ અને સુલેશન નામે જાણવા. તે બધા લાંબી દંષ્ટ્રયુક્ત મુખવાળ, ખુલ્લા મેઢાના, તેજસ્વી અને ધળા દાંતવાળા, કાબરચિત્રા અને કાળા દેહવાળા, રાતી આંખેવાળા અને મહાબળવાન કરવા. ૩૪૨, ૩૪૩,