________________
એકાદશ રત્ન ] વમતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
દક્ષિણુ હાથમાં શક્તિ, પાશ, ખ, બાણ, ત્રિશુલ અને એક હાથ વરદ અથવા અભય આપનારો કરે. વામ હાથમાં ધનુષ, પતાકા, મુષ્ટિ, તર્જની (ઉચી કરેલી), ઢાલ અને કુકુડે આપ શુભ છે.
બે ભુજાવાળી મૂર્તિના દક્ષિણ હાથમાં શક્તિ અને વામ હાથમાં બેઠેલ કુકડે આપ. ચાર ભુજાવાળી મૂર્તિના દક્ષિણ ડામાં તરવાર અને વરદ અથવા અભય તથા વામ હાથમાં શક્તિ અને પાશ આપ. ૩૭, ૩૧૮, ૩૧૯, ૩ર૩, ૩૨૧, ૩રર.
પંચ લીલાદેવી. अक्षसूत्राम्वुपात्रे च ह्यधोहस्तौ प्रकाशयेत् ॥ सर्वासामीदृशौ हस्तौ द्वाबूओं कथयाम्यथ ।।३२३॥ पद्मयुग्मे लीलया स्याल्लीला पद्म च पुस्तकम् ॥ लीलागी पाशपाभ्यां ललिता वनमङ्कशम् ॥
पाशाङ्काशी लीलावती लीला वै पञ्च कीर्तिताः ॥३२४॥
અક્ષમાલા અને જલપાવયુક્ત પાચે લીલા દેવીઓના નીચેના હસ્તે કરવા અને ઉપરના બંને હાથનાં આયુધે નીચે પ્રમાણે જાણવાં.
બને ઉર્વે હાથમાં છે પદ્મ ધારિણી લીલયા નામે, પદ્મ અને પુસ્તકધારિણી લીલા નામે, પાશ અને પદ્મધારિણું લીલાંગી નામે, વજી અને અંકુશધારિણી લલિતા નામે તથા પાશ અને અંકુશધારિણી લીલાવતી નામે દેવી જાણવી. આ પાંચ લીલાદેવીએ કહેલી છે. ૩ર૩, ૩૨૪.
મહાલક્ષ્મી. वरं त्रिशूलखेटे च पानपात्रश्च बिभ्रती ॥
नीलकण्ठं तथा नागं महालक्ष्मीः प्रकीर्तिता ॥३२५॥ વર, ત્રિશલ, ઢાલ અને જલપાત્રને ધારણ કરનારી તથા મોર અથવા હાથીના વાહનવાળી મહાલક્ષ્મી કહી છે. ૩૨૫.
ક્ષેમકરી. वरं त्रिशूलपद्मे च पानपात्रं करे तथा ॥
क्षेमंकरी तदा नाम क्षेमारोग्यप्रदायिनी ॥३२६॥ વર, ત્રિશૂલ, પ અને જલપાત્ર ધારિણી ક્ષેમ અને આરોગ્યને આપનારી શ્રેમકરી નામની દેવી જાણવી. ૩ર૬.