________________
એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૫૫ કમંડલુ, અક્ષમાલા, વજા અને અંકુશ ધારિણી તથા હાથીના વાહનવાળી રંભા નામની ગરીની મૂર્તિ કરવી. તે સર્વ કામનાઓને આપનારી છે. ર૭.
ચામુંડાગરી. शूलाक्षसूत्रदण्डांश्च बिभ्राणा श्वेतचामरम् ॥
चामुण्डेति समाख्याता सर्वपापप्रणाशिनी ॥२९८॥ ત્રિશૂલ, અક્ષમાલા, દંડ અને શ્વેત ચામર ધારણ કરનારી ચામુંડા નામની ગરીની મૂર્તિ કરવી તે સર્વ પાપનો નાશ કરનારી છે. ર૯૮.
ત્રિપુરાગીરી. नागपाशाङ्कुशौ चैवाभयदं वरदं करम् ॥
त्रिपुरा नाम संपूज्या वंदिता त्रिदशैरपि ॥२९९॥ નાગપાશ, અંકુશ, અભય તથા વરદ ભુજાવાળી ત્રિપુરા નામની ગારીની મૂર્તિ પૂજવી. જે દેવતાઓથી પણ વંદિત થએલી છે. ર૯.
ગૌરી આયતન.
वामे सिद्धी रमा याम्ये सावित्री चैव पश्चिमे ॥ प्रष्ठे कर्णद्वये कार्या भगवती सरस्वती ॥३०॥ ईशाने तु गणेशः स्यात्कुमारश्चाग्निकोणके ।।
मध्ये गौरी प्रतिष्ठाप्या सर्वाभरणभूषिता ॥३०॥ ગયયતનમાં વામ ભાગે સિદ્ધિ, દક્ષિણ ભાગે લક્ષ્મી, પશ્ચિમે સાવિત્રી, પાછળના બન્ને કોંમાં ભગવતી અને સરસ્વતી, ઇશાન કોણમાં ગણેશ અને અગ્નિકોણે કુમારસ્વામી સ્થાપવા તથા મધ્ય ભાગમાં સર્વ આભરણોથી વિભૂષિત ગૌરીની પ્રતિષ્ઠા કરવી. ૩૦૦, ૩૦૧
ગૌરીની અષ્ટ દ્વારપાલિકાઓનાં નામ. जया च विजया चैव ह्यजिता चापराजिता ॥ विभक्ता मङ्गला चैव मोहिनी स्तम्भिनी तथा ॥३०२॥