________________
४५२
શિલ્ય રત્નાકર
[मशन એક દ્વાર શિવાયતન. वामे गणाधिपः स्थाप्यो दक्षिणे पार्वती तथा ॥ नैऋत्ये भास्करं विद्याद् वायव्ये च जनार्दनम् ॥२८॥ मातृकामातृसंस्थानं कारयेद् दक्षिणां दिशम् ॥
सौम्ये शान्तिगृहं कुर्याद्यक्षाधीशस्तु पश्चिमे ॥२८२॥
એક દ્વાર શિવાયતનમાં વામ ભાગે ગણપતિ, દક્ષિણ ભાગે પાર્વતી, નિત્ય કણમાં સૂર્ય, વાયુકેણમાં જનાર્દન, દક્ષિણ દિશામાં માતૃકા દેવીઓનું સંસ્થાન, ઉત્તર દિશામાં શાન્તિગૃહ અને પશ્ચિમ દિશામાં કુબેર બેસાડવા. ૨૮૧, ૨૮૨.
ચતુર્મુખ શિવાયતન. वामे शान्तिगृहं कुर्याद्यशोद्वारश्च दक्षिणे ॥ मध्ये रुद्रः प्रतिष्ठाप्यो मातृस्थानञ्च दक्षिणे ॥२८॥ वामे देवी महालक्ष्मीरुमा वै भैरवस्तथा ॥ ब्रह्मविष्णू तथा रुद्रं पृष्ठिदेशे तु कारयेत् ॥२८४॥ चन्द्रादित्यो स्थिती कर्णी आग्नेयां स्कंद एव च ॥
ईशाने विघ्नराजश्च धूम्र ईशानगोचरे ॥२८॥
ચતુર્મુખ શિવાયતનમાં વામભાગે શાન્તિગૃહ અને દક્ષિણભાગમાં યશદ્વાર કરવું. મધ્યભાગે રૂદ્ર સ્થાપવો. દક્ષિણ દિશામાં માતૃકા દેવીઓનું સ્થાન કરવું. વામભાગમાં દેવી મહાલક્ષ્મી, ઉમા તથા ભૈરવ બેસાડવા. પાછળના ભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર સ્થાપવા. કેણાઓમાં ચંદ્ર અને સૂર્ય બેસાડવા, અગ્નિકેણમાં અંદ, ઈશાનકેણમાં ગણેશ તથા નૈઋત્યકોણમાં ધૂમ બેસાડે. ૨૮૩, ૨૮૪, ૨૮૫.
શિવના અષ્ટ દ્વારપાલ.
પૂર્વ દિશાના मातुलिङ्गश्च नागेन्द्रं डमरूं वीजपूरकम् ॥ नन्दी मुकुटशोभाख्यः सर्वाभरणभूषितः ॥२८६॥ खट्वाङ्गश्च कपालश्च डमरूं बीजपूरकम् ॥ दंष्ट्राकरालवदनो महाकालस्तु दक्षिणे ॥२८७।।