________________
૨૩
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર, ध्वाक्षे च विभवः प्रोक्तः सर्वकामफलप्रदः ॥
चिंतात्मको व्ययो नित्यमायाष्टसु विवर्जयेत् ॥ ९६ ॥
ધ્વજાયની સાથે શાન્ત વ્યય આપે તે નિત્ય કલ્યાણકર્તા છે અને ગીત ગાવાના સ્થાનમાં, વાત્ર વગાડવાના સ્થાનમાં તથા દેવાલયમાં આપવાથી નાના પ્રકારના ભેગ, પૂજા અને બેલને આપે છે. ૯૨.
ધમ્રાયની સાથે શાંત વ્યય આપવાથી ધાતુ અને દ્રવ્યને લાભ કરે અને સિંહાયની જોડે પર વ્યય દેવાથી અનેક પ્રકારના ભેગ અને લક્ષમી આપે. ૩.
ધાનાયની સાથે પ્રદ્યોત વ્યય આપવાથી નિત્ય સ્ત્રી અને પુત્રાદિકનું સુખ મળે અને વૃષાયની સાથે શ્રિયાનંદ વ્યય આપવાથી સર્વ કામનાઓની ફળસિદ્ધિ પ્રાપ્ત થાય. ૯૪.
ખરાયની સાથે મનહર વ્યય જવાથી સર્વ પ્રકારની સંપત્તિ આપે અને ગાયની સાથે શ્રીવત્સ વ્યય જવાથી હાથી અને સિંહથી અધિક બળ પ્રાપ્ત થાય. ૫.
દેવાંક્ષાયની જોડે વિભવ વ્યય આપવાથી સર્વ કામનાઓનું ફળ મળે પરંતુ આઠે આમાં ચિન્તાત્મક વ્યય નિત્ય યત્નથી વજ. ૯૬.
તારા ઉપજાવવાની રીતવામનક્ષત્રદુ રાવ જી જા
नवभिस्तु हरेद् भागं शेषं तारा प्रकीर्तिता ॥ ९७ ॥ शांता मनोहरा ऋरा विजया च कुलोद्भवा ॥
पद्मिनी राक्षसी याला चानंदा नवमी स्मृता ॥९८ ॥ ઘરધણીના જન્મના નક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જેટલા અંક આવે તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા સમજવી.
૧ શાંતા, ૨ મનહર, ૩ કુરા, ૪ વિજયા, ૫ કુલ ભવા, ૬ વિની, ૭ રાક્ષસી, ૮ બલા અને ૯ આનંદા; આ નવ તારાઓ છે. ૯૦, ૯૮.
- તારા જોવાનું ઉદાહરણ– ઘરધણીના નામનું નક્ષત્ર અનુરાધા છે અને ઘરનું નક્ષત્ર રેવતી છે. હવે અનુરાધાથી ગણતાં રેવતી સુધી ૧૧ અંક આવ્યા તેને ૯ ભાગતાં શેષ ૨ બે વધ્યા એટલે બીજી તારા મનેહરા આવી એમ સમજવું.