________________
શિપ રત્નાકર
[ પ્રથમ રત્ન શુભાશુભ તારા વિષે. ताराः षट् च शुभाः प्रोक्ताः त्रिपंचसप्तवर्जिताः॥ राक्षसी कुलजां क्रूरां वर्जयेत् शुभकर्मसु ॥ ९९ ॥ जन्मतारा द्वितीया च षष्टी चैव चतुर्थकी ॥ अष्टमी नवमी तारा षड् ताराश्च शुभावहाः ॥ १०॥ निर्धना सप्तमी तारा पंचमी हानिदायका ॥
तृतीया सर्वदा वा तिस्त्रस्तारा विवर्जयेत् ॥ १०१॥ નવ તારાઓમાં ત્રીજી, પાંચમી અને સાતમી, એ ત્રણ તારાઓ છેડી બાકીની છ તારાઓને શુભ કહી છે. શુભ કાર્યોમાં રાક્ષસી, કુલદૂભવા અને કુરા; આ ત્રણ તારાઓ યત્નપૂર્વક વર્જવી. ૯.
શાંતા, મનેહરા, પદ્ધિની, વિજ્યા, બાલા, વીરા અને આનંદા; આ છ તારાઓ કલ્યાણકારી છે. ૧૦૦.
સાતમી તારા રાક્ષસી ઘરધણીને દરિદ્રી બનાવે, પાંચમી કુલદૂભવા હાનિ કરે અને ત્રીજી રા તારા તે સર્વદા વજનીય છે. માટે યત્નથી આ ત્રણે તારાઓને ત્યાગ કરવા. ૧૦૧.
ક્ષેત્રની નાડી ઉપજાવવાની રીત. त्रयनाड्यात्मकं चक्रं सर्पाकारस्वरूपकम् ।। नवभागाङ्कितं कुर्यादश्चिन्यादित्रिकं लिखेत् ॥१०२॥ एकनाडीस्थितं तस्मिनृक्षं चेद् वरकन्ययोः ॥ तेन मरणं विजानीयादशतश्च स्थितं त्यजेत् ॥१०॥ स्वामिसेवकमित्राणां गृहाणां गृहस्वामिनाम् ॥
राज्ञां तथा पुराणाश्च नाडीवेधः सुखावहः ॥१०४॥ ત્રણ નાડીની રેખાઓથી યુક્ત સર્પાકાર સ્વરૂપ નવ (૯) ભાગેના વાંકા આકારવાળું એક ચક કરવું અને પછી ચક્રના એક ભાગમાં અનુક્રમે અશ્વિન્યાદિ ત્રણ ત્રણ નક્ષત્રોનું ત્રિક (જેડકું) લખવું અર્થાત્ સીધી પક્તિમાં વધવું. (આ પ્રમાણે નવ ભાગમાં સત્તાવીસ નક્ષત્ર આવી જશે). ૧૦૨.
આ પ્રમાણે બનાવેલા સર્પાકૃતિ ચક્રમાં વર અને કન્યાનું નક્ષત્ર એક નાડીમાં આવે તે વર કન્યાનું મૃત્યુ થાય તેથી નક્ષત્રના અંશ અર્થાત્ ચરણ તજવા. ૧૩.
સ્વામી અને સેવક, મિત્ર મિત્ર, ગૃહ અને ગૃહસ્વામી, રાજા અને નગરને એક નાડીમાં વેધ થાય તે સુખદાયક છે. ૧૦૪.