________________
એકાદશ ર ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૯ शतवारं कुरुक्षेत्रे सहस्रं जाहवीजले ॥ लक्षवारं नर्मदायां कोटिश्च कुरुजाङ्गले ॥२६६॥ कृत्वा स्नानं तथा पिण्डं होमं दानश्च भोजनम् ॥
गुणितं कोटिवारश्च सर्व पुण्यं लभेन्नरः ॥२६७॥ માણસ કુરૂક્ષેત્રમાં સો વખત, ગંગાજળમાં હજાર વખત, નર્મદામાં લાખવાર અને કુરૂજાંગલમાં કડેવાર સ્નાન, પિંડદાન, હોમ, દાન અને ભેજનાદિ પુણ્યકાર્ય કરવાથી જે પુણ્ય ફલ મેળવે છે તેનાથી કરેડે ગણું પુણ્ય તેને લિંગના પૂજનથી મળે છે. ૨૬૬, ૨૬૭.
શિવતીર્થોદક. पद्म शतसहस्रेषु बाणे पश्चशतेषु च ॥
स्वयंभुवि सहस्रान्ते शिवतीर्थोदकं स्मृतम् ॥२६८॥
જ્યાં એક લાખ કમળ, પાંચસો બાણલિંગ અને એક હજાર સ્વયંભૂલિગ હોય ત્યાં શિવતીર્થોદક જાણવું. ૨૬૮.
લિગ દૃર્થ, વિસ્તાર તથા વૃષમાન. लिङ्गायामसमं दैर्ये चोच्छ्ये पीठिका समा ॥
सप्तभागायतो नंदी पञ्चभागोन्नतो भवेत् ॥२६९॥ લિંગની જાડાઈ પ્રમાણે ઉચાઈ રાખવી અને ઉચાઈ પ્રમાણે પીઠિકા (જળાધારી) રાખવી. નદી (વૃષ) સાત ભાગ લબે અને પાંચ ભાગ ઉચે કર. ૨૬૯.
જૂનાધિક વૃપમાન. बाणलिङ्गे वृषं कुर्यात् स्वयंभूमुखमृन्मये ॥
शतसहस्रलिङ्गेषु वृषं न्यूनाधिकं विदुः ॥२७०।। બાણલિગ, સ્વયંભૂલિંગ, મુખલિગ, મૃમયલિંગ તથા એક લાખ લિગમાં વૃષ જૂનાધિક કરે. ૨૭૦.
પ૭