________________
૪૪૮
શિલ્ય રત્નાકર
[ એકાદશ રત્ન દોષ લક્ષણ. स्थूलं खण्डश्च दीर्घश्च स्फुटितं छिद्रसंयुतम् ॥ बिन्दुयुक्तश्च शूलाग्रं कृष्णं पीतं तथैव हि ॥२६१॥ वक्रश्च मध्यहीनञ्च बहुवर्णश्च यद्भवेत् ॥
वर्जयेन्मतिमाँल्लिङ्गं सर्वदोषकरं यतः ॥२६२॥ જે બાણલિંગ જાડું, ખતિ થએલું, લાંબું, ફાટેલું, છિદ્રોવાળું ટપકાંવાળું, જેને અગ્ર ભાગ ત્રિશૂલની અણ જે હોય તેવું, કાળું, પીળું, વાંકું, મધ્યમાં પાતળું અને ઘણા વર્ણોવાળું હોય તેને બુદ્ધિમાન પુરૂ ત્યાગ કરે. કારણ કે તે સમસ્ત દેને ઉત્પન્નકર્તા છે. ૨૬૧, ૨૬૨.
ભકિતપૂર્વક પૂજાવિધાન. महानदीसमुद्भुतं सिद्धिक्षेत्रादिसंभवम् ॥
पाषाणं परया भक्त्या लिङ्गं तत्पूजयेत्सुधीः ॥२६३।।
મહાનદી મટી, સતતધારથી વહેનારી નદીએ) તથા સિદ્ધિક્ષેત્ર વગેરેમાંથી ઉત્પન્ન થએલું પાષાણલિંગ બુદ્ધિમાન પુરૂષે ઘણી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજવું. ર૬૩.
નિત્ય બાણપૂજા વિધાન सदोषं गुणयुक्तं वा बाणं पूज्यं हि नित्यशः ॥
बलं लक्ष्मी समाक्रम्य भुज्यते बाणलिङ्गतः ॥२६४॥ બાણલિંગ દેષયુક્ત હોય અથવા ગુણયુક્ત હોય પરંતુ હમેશાં પૂજવા જ છે. કારણ કે બાણલિંગના પૂજનથી મનુષ્ય બલપૂર્વક લફમીને તાબે કરી તેને ઉપભક્તા બને છે. ૨૬૪.
લિંગપૂજને ફલ. सर्वयज्ञतपोदानं तथा वेदेषु यत्फलम् ॥
तत्फलं कोटिगुणितं प्राप्यते लिङ्गपूजनात् ॥२६॥ લિંગનું પૂજન કરવાથી સર્વ યજ્ઞ, તપ અને દાન તથા તેનું પઠન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તેથી કરેડે ગણું ફળ પ્રાપ્ત થાય છે. ૨૬૫.