________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ભાગમાં ભાલચંદ્ર (અર્ધચંદ્ર) વિસ્તાર. લંબાઈમાં કરેલા દશ ભાગમાંથી ઉપરના દેઢ ભાગે બુદ્દબુદાકૃતિ (પાણીમાં થતા પરપોટાના જેવા આકારવાળું) લિંગ કરવું. ઉપરના ભાગમાં તેમજ મધ્ય ભાગમાં જે લિંગ માનથી ઓછું થાય તે નાશકર્તા જાણવું. ૨૫૪, ૨૫.
સર્વ દેવ સ્થાપન. दैर्ये वा संधिरेग्वाभिर्युक्तं काकपदाकृति ॥ लिङ्गं नानाश्रिताः सर्वे लिङ्गे वै सर्वदेवताः ॥२५६॥ स्थापयेन्मुख्यदेवस्य स्कंधमेदान्तरे सुरान् ॥
एवंविधं प्रकर्तव्यं लिङ्गं सर्वार्थकामदम् ॥२५७॥ લિંગની લંબાઈમાં રહેલી રેખાઓ સંધિરેખાઓ યુક્ત હોય તે તે લિંગ કાકપરાકૃતિ જાણવું અને તેમાં સર્વ દે રહેલા હોય છે. લિંગમાં મુખ્ય દેવના સ્કંધ અને મેદ્રના વચલા અંતરમાં સર્વ દેવી દેવતાઓ સ્થાપન કરવા. આ પ્રમાણે લિંગ કરવું તે સર્વ અર્થ અને કામનાઓને પૂર્ણ કરનારું છે. ૨૫૬, ૨પ૭.
બાણલિંગ સ્વરૂપ લક્ષણ.
બાણ લિંગનાં સ્થાન. वाराणस्यां प्रयागे च गंगायाः संगमेषु च ॥ कुरुक्षेत्रे सरस्वत्यां बाणलिङ्गं शुभावहम् ॥२५८॥ यानि वै नर्मदायाश्च ह्यन्तर्वेद्याश्च संगमे ॥
केदारे च प्रभासे च बाणलिङ्गं सुखावहम् ॥२५९॥ કાશી, પ્રયાગ, ગંગાનદીના સંગમસ્થાન, કુરુક્ષેત્ર અને સરસ્વતીમાંથી નીકળેલું બાણલિંગ કલ્યાણકર્તા છે તથા નર્મદા, અન્તર્વેદી, નદીના સંગમ, કેદારેશ્વર અને પ્રભાસ ક્ષેત્રમાંનું બાણલિંગ સુખકર્તા છે. ૨પ૮, ૨૫૯.
બાણલિંગ પરીક્ષા. त्रिपञ्चवारं यस्यैव तुलासाम्यं न जायते ॥
तदा बाणं समाख्यातं त्विदं पाषाणसंभवम् ॥२६०॥ પાષાણુનું જે લિંગ ત્રણ અથવા પાંચ વખત તેલતાં દરેક વખતે તેનું સરખું તેલ ન આવે તે બાણલિંગ જાણવું. ૨૬૦.