________________
શિલ્પ રત્નાકર
[ એકાદશ રત્ન લિંગ સ્વરૂપ માન.
બ્રહ્મા, વિષ્ણુ, શિવ ભાગમાન, ब्रह्मांशश्चतुरस्रोऽधो मध्येऽष्टास्त्रस्तु वैष्णवः ॥
पूजाभागः सुवृत्तः स्यात् पीठो शङ्करस्य च ॥२५१॥ જળાધારી ઉપર રહેલા લિંગને નીચેને ચોખંડ ભાગ બ્રહ્માને અંશ જાણ અને મધ્યને અષ્ટાસ (અઠાંશ) ભાગ વિષ્ણુને અંશ જાણ તથા ઉપર સુંદર ગળાકાર ભાગ પૂજાભાગ (શિવને અંશ) જાણવે. ૨૫૧.
પૂજાભાગ માન. पूजाया एकलांशेन लिङ्गचिह्न दशांशके ॥
पीठस्योर्वे द्विभागेन रेखाः कार्याः प्रदक्षिणाः ॥२५२।। લિંગની ઉંચાઈમાં દશ ભાગે કલ્પી તેમને ઉપરને એક ભાગ પૂજાભાગ જાણ અને જળાધારીના ઉપરના બે ભાગોએ પ્રદક્ષિણ કિમે રેખાઓ કરવી. ૨પર.
મસ્તક માન. मस्तकं मानमध्ये तु बाह्यगे राष्ट्रविभ्रमः ॥
छत्राभमष्टमांशेन सार्धद्वयंशषडंशकैः ॥२५३॥ લિંગનું મસ્તક માનના મધ્ય ભાગે રાખવું અને માનમાંથી બહાર જાય અર્થાત્ ગર્ભે ગળાઈ ન થતાં વાંકુંચૂંકુ થાય તે રાષ્ટ્રને નાશ થાય છે. આઠમા અથવા સાડા આઠમા ભાગે લિંગને ઉપરનો ભાગ (મસ્તક) છત્રના જેવા આકારને કરે. રપ૩.
સ્વરૂપ લક્ષણ वपुषाभं विस्तरार्ध कुकुटाण्डं शिरो मतम् ॥ त्रिभागे लिङ्गविस्तारे चैकांशे भालचन्द्रकम् ॥२५४॥ सार्धकांशेन तुल्यं स्याद्दशांशे बुबुदाकृति ॥
अधोमध्यहीनं यल्लिङ्गं नाशकरं भवेत् ॥२५५॥ પહોળાઈને અર્ધભાગ કલાઈના જેવી કાંતિવાળા અને લિંગનું મસ્તક કુકડાના ઈડાના જેવી લંબગોળ આકૃતિવાળું કરવું. લિંગની પહોળાઈમાં ત્રણ ભાગ કરી એક