________________
એકાદશ રત્ન ]
દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
૪૪૫
જ્યેષ્ઠ માનના લગ્નમાં કનિષ્ઠ, મધ્ય માનના લિગેામાં મધ્યમ અને કનિષ્ઠ માનના લિંગામાં જ્યેષ્ઠ માનના પ્રાસાદો કરવા. આ લિંગ અને પ્રાસાદ્યોનુ સીમામાન જાણવુ, ૨૪૬.
ગભારા માને લિંગ માન.
गर्भे पञ्चांशके त्र्यंशैज्यैष्ठं लिङ्गं तु मध्यमम् ॥ नवांशे पञ्चभागं स्याद्गर्भार्धे कनिष्ठोदयम् ||२४||
ગભારામાં પાંચ ભાગ કરી ત્રણ ભાગનું લિંગ લાંબુ કરવુ તે ગભારા માને લિંગનુ જ્યેષ્ઠ માન જાણવું. ગભારામાં નવ ભાગ કરી પાંચ ભાગનું મધ્યમ અને ગભારાના અધ ભાગે લિંગ કરવુ તે કનિષ્ઠમાન જાણવું. ૨૪૭,
પ્રાસાદમાને લિંગમાન
प्रासादे दशांशेन भागार्थं लिङ्गमेव च ॥ लिङ्गमानप्रमाणन्तु तन्मानो वृषभो भवेत् ॥ २४८ ॥
પ્રાસાદની પહેાળાઇમાં દશ ભાગ કરી અર્ધા ભાગનું લિ‘ગ જાડું કરવું. આ લિંગની જાડાઈના માનનું પ્રમાણ જાણવું. નદી દ્વારના અર્ધા ભાગે ઉંચા કરવા. ૨૪૮.
શુભ ચિન્હ.
पद्म शंख ध्वजः छत्रं खड्गः स्वस्तिकचामरे ॥
वज्रं दण्डोsर्धचन्द्रो गौश्चकं मत्स्यो घटः शुभाः ॥ २४९ ॥
પદ્મ, શબ, ધ્વજા, છત્ર, તરવાર, સ્વસ્તિક ( સાથીએ ), ચામર, વજા, દંડ, અર્ધ ચંદ્રાકાર, ગાય, ચક્ર, માછલું અને ઘટ; એ લિંગામાં હોય તે શુભ ચિન્હો જાણવાં. ૨૪૯.
વર્ણ ભેદે શુભ રેખા.
सौख्यदं चिह्नमित्याद्यमावत दक्षिणोऽपि यः ॥ श्वेता रक्ता पीता कृष्णा रेखा वर्णेषु सौख्यदाः ॥ २५० ॥
ઉપર કહેલાં ચિન્હાહિ યુક્ત લિંગ સુખ આપનારૂ' જાણવું તથા જે લિંગમાં દક્ષિણાવર્ત્ત (સવો ભમરી) હોય તે પણ શુભ જાણવુ. ધોળી, રાતી, પીળી અને કાળી; એ ચાર રગની રેખાઓ અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુ; એ ચાર વર્ણોને સુખ આપનારી છે. ૨૫૦.