________________
૪૪૪ શિલ્ય રત્નાકર
[એકાદશ રત્ન કાકનાં લિંગનો પ્રાસાદ ઈટ અને કાષ્ઠને કર શુભ છે. ધાતુ અને રત્નનાં લિગોને પ્રાસાદ પાષાણને અથવા તે તે લિંગની જાતિના સ્વરૂપને કર અધિક શુભ છે. ધાતુનાં, રત્નનાં, કાષ્ઠનાં અને સ્વયંભૂ લિંગ તેમજ વકૃત્ર અને પાર્થિવ લિંગનાં મંદિર અધિક અથવા ન્યૂન માનનાં થઈ શકે છે. ર૪૧, ૨૪૨.
પ્રાસાદ માને છલિંગ માન. हस्तमानं भवेल्लिङ्गं वेदहस्ते सुरालये ॥
ज्येष्टलिङ्गं तु वेदांशे षत्रिंशे नवहस्तकम् ॥२४३॥ ચાર ગજના પ્રાસાદને એક ગજ લાંબું લિંગ કરવું. અને પ્રાસાદની પહોળાઈના ચેથા ભાગે લિંગ લાંબું કરવાથી પેટમાન લિંગ થાય છે. આ પ્રમાણે છત્રીસ ગજના પ્રાસાદમાં નવ ગજ લાંબું લિંગ થાય છે. આ ચેષ્ઠ માનના નવ લિંગનું પ્રમાણ જાણવું. ૨૪૩.
પ્રાસાદમાને મધ્યમ લિંગ માન पञ्चादिभूतवेदांशे प्रासादे हस्तसंख्यया ॥
मध्यमं पश्चमांशेन हस्तादिनवहस्तकम् ॥२४४॥ પાંચ ગજથી પીસતાલીસ ગજ સુધીના પ્રાસાદમાં પ્રાસાદ માનથી પાંચમા ભાગે લિંગ લાંબું કરવું. આ નવ હાથ સુધીનાં મધ્યમ માનનાં નવ લિગોનું પ્રમાણ જાણવું. ૨૪૪.
પ્રાસાદમાને કનિષ્ઠ લિંગ માન. कृतादियुगतत्संख्ये हस्तसंख्ये सुरालये ॥
षडंशेन प्रकर्तव्यं हस्तादिनवहस्तकम् ॥२४॥
છે ગજથી ચેપન ગજ સુધીના પ્રાસાદને છઠ્ઠા ભાગે એટલે છ ગજે એક ગજ લાંબું લિંગ કરવું. આ પ્રમાણે અનુક્રમે નવ ગજ સુધીનાં કનિષ્ઠમાનનાં નવ લિગોનું પ્રમાણ જાણવું. ૨૪૫.
લિંગ માને પ્રાસાદ માન. कनिष्ठा ज्येष्ठलिङ्गेषु मध्यमा मध्यमेषु च ॥ प्रासादा कनिष्ठे ज्येष्ठाः सीमामानमिदं स्मृतम् ॥२४६॥