SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શિ૯૫ રત્નાકર [ એકાદશ રત્ન નવ રત્નલિંગ પ્રમાણ. रत्नमेकाङ्गुलं लिङ्गमङ्गुलाङ्गुलवृद्धितः ॥ नवान्तं नवलिङ्गानि वृद्धिर्वा मुद्गमानिका ॥२३३॥ રત્નલિંગ એક આંગળનું કરવું અને પછી એક એક આગળની વૃદ્ધિ નવ આંગળ સુધી કરવી. અથવા મગના દાણાના માને વૃદ્ધિ કરવી. આ રીતે નવ રત્ન લિંગનું પ્રમાણ જાણવું. ૨૩૩. નવ ધાતુલિંગ પ્રમાણુ. धातोरष्टाङ्गुलं पूर्वमष्टाष्टाङ्गलवर्धनात् ॥ त्रिहस्तान्तं नवैवं स्युर्लिङ्गानि च यथाक्रमम् ॥२३४।। ધાતુનું પહેલું લિંગ આઠ આંગળનું કરવું અને પછી આઠ આઠ આગળની વૃદ્ધિ ત્રણ ગજ સુધી કરવી. આ નવ ધાતુલિંગનું પ્રમાણ જાણવું. ૨૩૪. નવ કાછલિંગ પ્રમાણુ. दृढकाष्ठमयं लिङ्गं कर्तव्यं षोडशाङ्गुलम् ॥ षोडशाङ्गलिका वृद्धिः षट्करान्तं नवैव हि ॥२३५।। મજબૂત કાષ્ઠનું પહેલું લિંગ સેળ આગળના માનનું કરવું અને પછી સેળ સેળ આંગળની વૃદ્ધિ છે ગજ સુધી કરવી. આ નવ કાછલિંગનું પ્રમાણ જાણવું. ૨૩૫. નવ પાષાણુ લિંગ પ્રમાણુ. हस्तादिनवहस्तान्तं शैललिङ्गं विधीयते ॥ हस्तवृद्धया नवैवं स्युर्मध्ये वृद्धिर्यदृच्छया ॥२३६॥ એક ગજથી નવ ગજ સુધીના પાષાણલિંગ કરી શકાય છે. અનુક્રમે એકેક ગજની વૃદ્ધિ નવ ગજ સુધી કરી નવ લિગે કરવાં, આ નવ લિંગમાં મધ્યના લિગેના પ્રમાણની વૃદ્ધિ ઈચ્છાનુસાર થઈ શકે છે. ૨૩૬.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy