SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૪૩ સમસ્ત મણિ જાતિનાં લિગાની કાંતિ એજ શિવનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેથી વિદ્વાનાએ રત્ન લિંગામાં માન, ઉન્માન અને પ્રમાણ વગેરે જોવાની જરૂર નથી. ૨૨૮. ચલાચલ લિંગ. शैलेयं भोगदं लिङ्गं मृन्मयं सर्वकामदम् ॥ दारुजं वसुसिद्धयर्थं सर्वमतश्चलाचलम् ॥२२९॥ પાષાણુનું લિંગ વૈભવ આપનારૂ, માટીનુ સર્વ કામનાને પૂર્ણ કરનારૂ અને કાષ્ટનું લિંગ ધનની સિદ્ધિ આપનારૂ છે. એ સિવાયનાં બીજાં બધાં લિગા સ્થિર અને અસ્થિર ફલ આપનારાં જાણવાં. ૨૨૯. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ લિંગમાન. एकाङ्गुलादिपश्चान्तं लिङ्गं स्याच्च कनिष्टकम् ॥ षट्पूर्वादिदशान्तश्च मध्यमेकादशादितः || २३० || એક આંગળથી પાંચ આગળ સુધીનુ· લિંગ કનિષ્ઠ, છ થી દશ સુધીનું મધ્યમ અને અગીઆર આંગળથી મેોટા માનનું લિંગ ઉત્તમ જાણવુ: ૨૩૦. સ્થિર અસ્થિર લિગ. नैहस्तादितोऽधस्ते प्रासादे स्थिरतां नयेत् ॥ स्थिरं न स्थापयेद्वेहे गृहिणां दुःखकृच यत् ॥२३१॥ એક ગજથી નાના પ્રાસાદમાં સ્થિર લિંગનું સ્થાપન કરવુ નહિ. તથા ઘરમાં સ્થિર (અચલ) લિંગ સ્થાપવું નહિ; કારણ કે ગૃહસ્થાને તે દુઃખકર્તા છે. ૨૩૧. મુખ્ય પ્રમાણ અનસ્તુષ્ટિ, बाणे लक्षणहीनेऽपि यत्र वै रोचते मनः ॥ तत्र पूजां हि कर्तॄणां धर्मकामार्थमोक्षदम् ॥२३२॥ યદ્યપિ આલિંગ લક્ષહીન હોય તે પણ જેના દર્શનથી મનને સતેષ થતા હોય તેની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે છે. ૨૩૨. t
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy